02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, પોલીસના વાહનથી મોત થયા હોવાનું ચર્ચામાં

ડીસા હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, પોલીસના વાહનથી મોત થયા હોવાનું ચર્ચામાં   05/12/2018

ડીસા પાલનપુર હાઈવે ઉપર રાજમંદિર નજીક ગઈકાલે મોડી સાંજે હીટ એન્ડ રનની ઘટનામાં રોડ ક્રોસ કરતાં એક યુવાનનું ઘટના સ્થળે મોત થતાં ચકચાર મચી જવા પામી હતી. 
 
ડીસા હાઈવે ઉપર માર્કેટયાર્ડ નજીક બે દિવસ અગાઉ એક યુવકનું ટ્રકના ટાયર નીચે આવી જતાં મોત નિપજ્યું હતું. જે ઘટનાની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં ગઈ મોડી સાંજે પાલનપુર તરફના હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં દલશંગસિંગ ઠાકોર નામના ઈસમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે કેટલાક હાજર લોકોમાં પોલીસના વાહનથી આ ઈસમનું મોત થયું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.

Tags :