02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અમિત શાહ શનિવારે જાજરમાન રોડ શો સાથે ઉમેદવારી પત્ર ભરશે

અમિત શાહ શનિવારે જાજરમાન રોડ શો સાથે ઉમેદવારી પત્ર ભરશે   28/03/2019

હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચાલી રહ્યો છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારો શોધવામાં અને ગોઠવવામાં પડ્યા છે, ત્યારે આજથી ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ઉમેદવારી ફોર્મ ભરવાને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 30 માર્ચે વિશાળ જનસમુદાય સાથે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. તેને લઇને અત્યારથી તમામ તૈયારીઓનું કાઉન ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે.
 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે રાજ્યના ભાજપના તમામ ઉમેદવારો હાજર રહેશે. 30 માર્ચને ખાસ બનાવવા માટે એવા સમાચાર મળી રહ્યા છે કે, તે દિવસે ભાજપના અન્ય કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરશે નહીં. 30મી માર્ચે સવારે 9 વાગે અમિત શાહનો મેગા રોડ શો યોજાશે.
 
અમિત શાહનો મેગા રોડ શો નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થશે અને ઘાટલોડિયા પાટીદાર ચોક સુધી પગપાળા રોડ શો થશે. અમિત શાહ સરદાર પટેલના સ્ટેચ્યૂને નમન કરીને રોડ-શોની શરૂઆત કરશે. રોડ શો પહેલા એવું કહેવાઇ રહ્યું છે કે, બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. અનિલ જૈન સમીક્ષા કરશે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે ડૉ. અનિલ જૈન નારણપુરાથી ઘાટલોડિયા પદયાત્રા કરીને નિરીક્ષણ કરશે.
 
આ સિવાય ગાંધીનગર સેક્ટર 6- 7 બસસ્ટેન્ડ સુધી કાર્યકરો અને સમર્થકોની માનવસાંકળ રચાશે. અહીં અલગ- અલગ કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહેશે

Tags :