12 ફૂટ લાંબો અજગર જોત જોતામાં ગલી ગયો નીલગાય, જોનાર લોકો પડી ગયા આશ્ચર્યમાં

ફિરોઝાબાદ: એક અજગર નીલગાળ ગળી ગયો. નીલગાય અને અજગર વચ્ચેનો ખૂની ખેલ જેને પણ જોયો તે દંગ રહી ગયા. ઘટના ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની છે. જ્યાં એક 12 ફૂટ લાંબો અજગર નીલગાયને ગળી ગયો. જોકે, સિરસાગંજ વિસ્તારમાં શુક્રવારે એક ભૂખ્યો વિશાળકાય અજગર નીલગાયના બચ્ચાને પોતાનો શિકાર બનાવી ગયો.
 
ઘટના સિરસાગંજના ગામ કોરારા ખુર્દની છે. જ્યાં ગ્રામજનો દરરોજની જેમ ખેતરમાં કામ કરવા જતા હતા, ત્યારે તેમને એક ખેતરમાં કંઈક હલચલ થતી જોવા મળી. જ્યારે ગ્રામજનોએ ત્યાં જઈને જોયું તો તેમના હોંશ ઉડી ગયા. અહીંયા એક વિશાળ અજગર નીલગાયના બચ્ચાને ગળી રહ્યો હતો. નીલગાયના બચ્ચનાને ગળતા જોઈ અમુક ગ્રામજનોએ હિંમત એકઠી કરી અને અજગર પર ડંડાથી હુમલો કરવા લાગ્યા. જેનાથી નીલગાયના બચ્ચાને બચાવી શકાયો. પરંતુ ત્યા સુધી અજગર નીલગાયના બચ્ચાને અડધાથી વધારે ગળી ચૂક્યો હતો.
 
તેનાથી તેનું મોત થઈ ગયું. ગ્રામજનોએ તેની માહિતી વનવિભાને આપી. કેટલાક લોકોએ ઘટનાનો વીડિયો અને તસવીર પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. ગ્રામજનોનું કહેવું છે કે, આ વિસ્તારમાં વારંવાર અજગર નીકળે છે, પરંતુ આવો વિશાળકાય અજગર નથી જોયો, જે નીલગાયને ગળી ગયો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.