પોલીસે પીછો કરતાં થરાદ રોડ પર દારૂ ભરેલી ઇનોવાની ત્રણ ગુલાંટ ચાલકને ઇજા

 
 
 
 
 
                              પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજની પ્રોહી,જુગારની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના આધારે પોલીસ સબ ઇન્સપેક્ટર જી.એમ.હડિયાના માર્ગદર્શન મુજબ આર.આર. સેલ ટીમના હે.કોન્સ. નરપતસિહ તથા પો.કો. મનિષભાઇ ગુરૂવારે થરાદ વિસ્તારમાં પ્રોહીબેશન અને જુગાર સંબંધી પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન તેમને ચોક્કસ નંબરની ઇનોવા કારમાં રાજસ્થાનથી થરાદના આંતરિક માર્ગોથી વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં લવાઇ રહ્યો હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી તેમણે નારોલી નાકાબંધી કરી હતી. જોકે કાચાનેળીયામાંથી આવેલી કારને અટકાવવા ઇશારો કરતાં તેણે ભગાડતાં પોલીસે પીછો કરતાં પીછો કરતાં થરાદના પીલુડા રોડ પર રોડની સાઇડમાં કાર બેથી ત્રણ ગુલાંટ (પલટી) ખાઇ ગઇ હતી.
પોલીસે કારમાં રહેલા ચાલક પ્રકાશ રામલાલ ગોગલારામ જાતે.વિશ્નોઇ (ગોદારા) ઉ.વ.આ.૨૦ (ધંધો. અભ્યાસ) રહે.સરનાઉ તા.રાણીવાડા જિ.ઝાલોર (મો.નં.૭૪૨૭૦ ૯૨૯૨૯) ને ઝડપી લીધો હતો.તેની પુછપરછ કરતાં સુરાવા તા.સાંચોર ના લાદુરામ વિશ્નોઇ ના ઠેકા પરથી ગામના તેજસિહ નરપતસિહ રાજપુતે ભરાવ્યો હતો.તથા થરા મુકામે તેજસિંહ જેને મોકલે તેને આપવાનો હોવાની હકીકત જણાવી હતી. જ્યારે ઇનોવા કાર નંબર ય્ત્ન ૧૫ છડ્ઢ ૮૦૯૦ માંથી છુટક બોટલ નંગ ૧૦૫૨ કિ.રૂ. ૧,૨૦,૯૦૦ મળી આવી હતી.પોલીસે કાર સહિત કુલ મુદ્દામાલ ૩,૨૦,૯૦૦ અને કારચાલકને કબજે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.ઘટનામાં ચાલકને ઇજાઓ પણ થવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.