02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બર્થડે સેલિબ્રેશન ફેરવાયો મોતના માતમમાં, 1 હજાર ફૂટ નીચે ખીણમાં કાર પડતા ચારના મોત

બર્થડે સેલિબ્રેશન ફેરવાયો મોતના માતમમાં, 1 હજાર ફૂટ નીચે ખીણમાં કાર પડતા ચારના મોત   27/12/2018

બર્થડે સેલિબ્રેશન ફેરવાયો મોતના માતમમાં, 1 હજાર ફૂટ નીચે ખીણમાં કાર પડતા ચારના મોત 
 
 
શિમલાના ઠિયોગ તથા સંધૂની વચ્ચે દેવીમોડમાં મંગળવારે સવારે 7 વાગ્યાની આસપાસ અર્ટિગા કાર ટ્રેક્ટરની પાછળ અથડાયા બાદ એક હજાર ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. ઘટનામાં કારમાં સવાર હરિયાણાના 3 યુવકો સહિત 4 ના ઘટના સ્થળે મોત થયા છે, બે ઈજાગ્રસ્ત થયા છે. જેમને શિમલાની આઈજીએમસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 
ફરીદાબાદમાં રોયલ મોટર્સમાં કરનાર દીપક, અજય, લોકેશ, જસપ્રી, રાહુલ અને રોહતાશ અર્ટિગા કારમાં સવાર થઈને નારકંડા માટે નીકળ્યા હતા. જસપ્રીતનો 26 ડિસેમ્બરના રોજ જન્મદિવસ હતો. બધા મિત્રો તેની બર્થડે પાર્ટી નારકંડામાં મનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મંગળવારે સવારે 7 વાગ્યે આ યુવકોની સ્પીડમાં દોડી રહેલી કાર દેવીમોડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.
 
કાર પહેલા પળોહા રોડના કિનારે ઊભેલા એક ટ્રેક્ટરની પાછળ બંધાયેલા કોમ્પ્રેસર સાથે અથડાઈ ગઈ. ત્યારબાદ ઉછળીને એક હજાર ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. જે સ્થલેથી કાર ખીણમાં પડી, ત્યાં ક્રેશ બેરિયર લાગેલા નહોતા. અકસ્માતમાં દીપક(કુરીલ, વલ્લભગઢ), અજય(આગ્રા, યુપી), લોકેશ(પલવલ, હરિયાણા) અને ફરીદાબાદના જસપ્રીતનું મોત થઈ ગયું છે.
 
ઘાયલોમાં રાહુલ પુત્ર રાજબીર કૃષ્ણા નગર ફરીદાબાદ અને રોહતાશ પુત્ર રાજપાલ પલવલ હરિયાણાના છે, જેઓને સારવાર માટે આઈજીએમસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રોયલ મોટર્સના માલિક પ્રશાંત મિત્તલે ફોન પર જણાવ્યું કે, આ બધાની ઉંમર 24થી 26 વર્ષની વચ્ચે છે.
 
કાર ખીણમાં પડ્યા બાદ ઝાડ સાથે અથડાઈને નીચે એક લિંક રોડ સુધી પહોંચી ગઈ. મૃતક તથા ઘાયલોને મહામહેનતે બહાર કાઢી શકાયા. આ બધાની ઉંમર 24થી 26 વર્ષની વચ્ચે જણાવાઈ છે. ડીએસપી આરએલ બંસલે જણાવ્યું કે, ઘટનાનું કારણ કારની ગતિ વધારે હોવાનું રહ્યું છે.

Tags :