સરહદી બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયુ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયુ છે. કૉંગ્રેસના આક્ષેપો સામે ભાજપે પણ ખેડૂત હિત રક્ષક સમિતિના નામે ધરણાં યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું.
 
બનાસકાંઠા જિલ્લામાં રૂ.4 કરોડનું મગફળી કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો કૉંગ્રેસ કરી રહી છે. બનાસડેરી દ્વારા ખેડૂતોના નામે મગફળી ખરીદી કૌભાંડ આચરાયું હોવાની રાવ ઉઠી છે. ત્યારે કૉંગ્રેસના આક્ષેપો ને રદિયો આપતા ભાજપ દ્વારા ખેડૂત હિત રક્ષક સમિતિના નામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ખેડૂતોના નામે યોજાયેલા વિરોધ પ્રદર્શનમા ભાજપી અગ્રણીઓ પણ મંચ પર જોવા મળ્યા હતા. જિલ્લામાં સ્થગિત મંડળીઓ દ્વારા પણ કરોડોની મગફળી ખરીદી કરાઈ હોવાના આક્ષેપો સામે ખેડૂત હિત રક્ષક સમિતિએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
 
બનાસકાંઠા જીલ્લાના રણની કાંધીએ આવેલા ભાભર- વાવપંથકમાં મગફળીનું વાવેતર થયુ જ ન હોવા છતાં સરકાર દ્વારા રૂપિયા 4 કરોડની મગફળીની ખરીદી કરી મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપોને બનાસકાંઠા જીલ્લાની ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ફગાવી દેવાયા હતા. જ્યાં પાલનપુર ખાતે યોજાયેલી વિશાળ સભામાં ખેડુત તેમજ ભાજપના અગ્રણીઓએ કોંગ્રેસના આક્ષેપો ખોટા હોઇ કોંગી અગ્રણીઓ ખેડૂતોની માફી માંગે તેવા નિવેદનો કરી વિશાળ રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
 
બનાસકાંઠા જિલ્લાના વાવ, સૂઇગામ અને ભાભરપંથકમાં મગફળી કૌભાંડનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ચર્ચાસ્પદ બનાવવામાં આવ્યો છે. બે દિવસ અગાઉ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા સહિત ધારાસભ્યોએ ભાભર ખાતે સભા યોજી આ મુદ્દે ધરણાં કર્યા હતા. જોકે, બીજી તરફ આ પંથકના ખેડૂતોએ આ બધુ જુઠ્ઠાણું હોવાનું જણાવી રહ્યા છે. અને કોંગ્રેસ સામે ખેડૂત હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે. જેમની પાલનપુરના સરકારી વસાહત સામે વિશાળ સભા યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી પોતાના પ્રવચનમાં કોંગ્રેસના મગફળી કૌભાંડના આક્ષેપો ખોટા હોવાનું જણાવી કોંગ્રેસના અગ્રણીઓ આ મુદ્દે ખેડૂતોની માફી માંગે તેમ જણાવ્યું હતુ. જે બાદ કોંગ્રેસ વિરોધી બેનરો અને સુત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જે કલેકટર કચેરી પહોચી હતી. જ્યાં અગ્રણીઓએ નિવાસી કલેકટર એલી વી. બાભણીયાને આવેદનપત્ર આપ્યું હતુ. સભા તેમજ રેલીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, બનાસડેરીના વાઇસ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ, અણદાભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.