પાલનપુરમાં ઇ સ્ટેમ્પ – ફ્રેન્કીંગ માટે પૂરતી વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી

સરકાર દ્વારા તારીખ 1-10-2019થી પ્રિન્ટેડ સ્ટેમ્પ પેપર બંધ કરી તેની જગ્યા એ નવા ઇ સ્ટેમ્પ વાપરવાના નિર્ણય લેવાયો છે. જોકે, બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર સહિત તાલુકા સેન્ટરોમાં સરકારી સ્ટેમ્પ બંધ કરાયા બાદ ઇ સ્ટેમ્પ માટે પુરતી વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.પાલનપુરમાં જોરાવરપેલેસ સ્થિત કચેરીએ ઇસ્ટેમ્પ મેળવવા માટે લોકો કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ઇસ્ટેમ્પ તેમજ ફ્રેન્કીંગ સેવાઓ માટે સત્વરે વધુ કેન્દ્રો ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
 
ગુજરાતમાં અગાઉ સોગંધનામું, દસ્તાવેજ સહિતની કામગીરી માટે સરકારી પ્રિન્ટેડ સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, સરકારે તારીખ 1-10-2019થી પ્રિન્ટેડ સ્ટેમ્પ પેપર બંધ કરી તેની જગ્યા એ નવા ઇ સ્ટેમ્પ વાપરવાના નિર્ણય લેવાયો છે. જોકે, બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર સહિત તાલુકા સેન્ટરોમાં સરકારી સ્ટેમ્પ બંધ કરાયા બાદ ઇ સ્ટેમ્પ માટે પુરતી વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. પાલનપુરમાં જોરાવરપેલેસ સ્થિત કચેરીએ ઇસ્ટેમ્પ મેળવવા માટે લોકો કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સત્વરે વધુ કેન્દ્રો ખોલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
 
 ફ્રેન્કીંગ- ઇસ્ટેમ્પ માટે 54 કેન્દ્રોને મંજુરી અપાઇ છે
 
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠામાં નવા ઇ સ્ટેમ્પ માટે તેમજ ફ્રેન્કીંગ કેન્દ્રો શરૂ કરવા માટે કુલ 180 અરજીઓ આવી હતી. જે પૈકી 54 કેન્દ્રો શરૂ કરવા માટે મંજુરી અપાઇ છે. જે ટુંક સમયમાં કાર્યરત થયા બાદ લોકોને પડતી મુસ્કેલીઓનો અંત આવશે.
 
સ્ટેમ્પનો ખોટો ઉપયોગ બંધ થશે
 
સરકારી પ્રિન્ટેડ સ્ટેમ્પના ઉપયોગ વખતે નોટરી સહિતની બાબતોમાં દૂરપયોગ થતો હતો. જોકે, હવે નવી પધ્ધતિમાં અરજદારના લખાણ ઉપર જ ફ્રેન્કીંગ (સહિ- સિક્કા) થશે.
 
સ્ટેમ્પ વેન્ડરોએ અગાઉ વિરોધ કર્યો હતો
 
બનાસકાંઠા જિલ્લામાં સ્ટેમ્પનું વેચાણ કરતાં વેન્ડરોએ અગાઉ ઇ સ્ટેમ્પનો વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રિન્ટેડ સ્ટેમ્પ પેપર બંધ કરી પ્રાઇવેટીકરણ કરી તેની જગ્યા એ નવા ઇ સ્ટેમ્પ વાપરવાના નિર્ણય સામે વાંધો છે. જેમાં રૂપિયા 20નો સ્ટેમ્પ છાપવા માટે રૂપિયા 15નો ખર્ચ થાય તે હકીકત ખોટી છે. 1000 સ્ટેમ્પ છાપવા માટેનો ખર્ચ રૂપિયા 150 થાય છે. જ્યારે નવા ઇ સ્ટેમ્પ 1 પ્રિન્ટ કરાવવામાં રૂપિયા 15 થાય છે. પ્રાઇવેટ કંપનીઓએ ખોટી માહિતી જણાવી છે. પ્રાઇવેટી કરણ કરવાથી 20,000થી વધુ વેન્ડર બેકાર થશે. તેમની રોજગારી છીનવાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.