બનાસકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી માવઠુ

ડીસા સહીત જિલ્લાભરમાં રવિ સિઝનના પાકો લેવાના ટાંણે જ રવિવારની મધરાતે ગાજવીજ સાથે કમોસમી માવઠુ થતા તૈયાર અને લીધેલા પાકોને નુકશાન  થયું હોવાના અહેવાલો સાંપડે છે. હજુ પણ વાદળ છાયું વાતાવરણ જળવાયેલું છે. જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયેલા છે.
 
ચોમાસામાં નહીવત વરસાદના કારણે ખરીફ સિઝન નિષ્ફળ નિવડી હતી. તેથી ખેડૂતોએ સારા વળતરની આશાએ ઉછીના-પાછીના કરી રવિપાકોનું વાવેતર કર્યું  હતું. જેથી જિલ્લામાં બટાટા સાથે રાયડો, જીરૂ, ઘઉં, વરીયાળી, શાકભાજી જેવા પાકોનું મોટાપાયે વાવેતર થયું છે. સદનસીબે આ વખતે પુષ્કળ ઠંડી પડતા રવિ  પાકો ખિલિ ઉઠ્યા છે. પરંતુ હવે પાકો તૈયાર થઈ જેના ખેડૂતોએ રવિ સિઝન લેવાનું શરૂ કરી દીધું છે. તેવા ટાંણે જિલ્લાના હવામાનમાં વારંવાર પલટા આવી  રહ્યાં છે. ત્યારે રવિવારની મધરાતે મોસમે ફરી એકવાર મીજાજ બદલતા ગાજવીજ સાથે માવઠું થયું હતું. તેથી ખેતરોમાં કાપણી કરેલ પાકોને વ્યાપક નુકશાન  થયું હતું. જ્યારે ઉભા પાકોમાં પણ નુકશાનની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. હજુ પણ રાજસ્થાનમાં છવાયેલ અપર એર સરક્યુલેશનના કારણે આકાશમાં  વાદળાં ગોરંમાયેલા છે. તેથી ‘મોઢે આવેલ કોળીયો’ છીનવાઈ જવાની દહેશતથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે હજુ આગામી ર૪ કલાક  સુધી માવઠું થવાની આગાહી કરી છે. 
 
ઠંડીમાં વધારો
 
સરહદી જિલ્લામાં છેલ્લા અઠવાડીયાથી સૂરજ દાદા તપવા લાગતા બપોરના સુમારે ગરમી વર્તાવા લાગી હતી. તેથી શિયાળાની વિદાય ગણી લોકોએ ગરમ  કપડા ધોવડાવી અલમારીમાં ગોઠવી દીધા હતા. પરંતુ ફરી એકવાર હવામાન પલટાતા પવન ફુંકાવા સાથે માવઠુ થયું છે. તેથી છેલ્લા ટાઉન્ડની ઠંડીમાં વધારો  થતા લોકોને ગરમ કપડા ફરી પહેરવાની નોબત આવી છે.
 
ખેતીને ફટકો
 
રવિવારની મધરાતે પલટાયેલ હવામાન બીજા દિવસે પણ અકબંધ જળવાયેલું રહ્યું હતું. તેથી બપોર બાદ ફરી કમોસમી વરસાદના છાટા પડ્યા હતા. તેની સાથે  પવન પણ ફુંકાવા લાગ્યો હતો. કુદરતના આ સ્વરૂપને નિહાળી જગતનો તાત લાચાર થઈ જવા સાથે ઠંડીનું જાર વધી પડતા આમ પ્રજા પણ મુશ્કેલીમાં મુકાઈ  ગઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.