રાજ્યના ૧૮ જિલ્લાઓના એસ.ઓ.જી. માં સાત દિવસમાં પી.આઈ ની નિમણુક કરવા આદેશ

ગાંધીનગર: રાજ્યના 33 જિલ્લાઓમાંથી 18 જિલ્લાઓમાં અને વડોદરા શહેરમાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પીઆઈની જગ્યા પીએસઆઈથી ચાલે છે. ગુજરાત આઈબી (ગુપ્તચર વિભાગ)ના ઈન્ચાર્જ વડા આર. બી. બ્રહ્મભટ્ટે જે જિલ્લાઓમાં એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) પીએસઆઈથી ચલાવવામાં આવે છે તે તમામ જિલ્લાના ડિએસપીને 7 દિવસમાં પીઆઈની નિમણૂંક કરવાનો આદેશ કર્યો છે. આઈબીના ઈન્ચાર્જ વડાના આ હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
 
આ અંગે તમામ રેન્જના આઈજી અને ડીઆઈજીને પણ ધ્યાન રાખવાનો સૂચના કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપમાં પીએસઆઈ છે તેવા જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય, સાબરકાંઠાં, અરવલ્લી, મહેસાણા, દાહોદ, મહિસાગર, નર્મદા, છોટાઉદેપુર, સુરત ગ્રામ્ય, ડાંગ, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર અને વડોદરા શહેરનો સમાવેશ થાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.