આંખમાં થતી તકલીફને ઈંફેક્શન સમજતી રહી મહિલા, ડોક્ટર્સે ચેકઅપમાં જણાવી હકીકત

બ્રિટનમાં રહેતી એક મહિલા લાંબા સમયથી આંખની તકલીફને ઈન્ફેક્શન સમજવાની ભુલ કરી રહી હતી. જ્યારે તેની તકલીફ વધી તો તેની સાથે વિચિત્ર ઘટના બની. જ્યારે તે ડોક્ટર પાસે તેની ડાબી આંખની સારવાર કરાવવા માટે ગઈ તો તે હેરાન રહી ગઈ. તેની એ આંખમાં 28 વર્ષ જૂની એક વસ્તુ ફસાયેલી હતી.
 
મીડિયા અહેવાલ પ્રમાણે, 42 વર્ષીય મહિલાની આંખમાંથી એક કોન્ટેક્ટ લેન્સ નીકળ્યો. જેને જોઈને તે દંગ રહી ગઈ. તેને આ વાતને સહેજ પણ અંદાજો નહોતો કે છેલ્લા 28 વર્ષથી તેની આંખમાં લાગેલા કોન્ટેક્ટ લેન્સ સાથે જીવી રહી હતી.
 
ડોક્ટર્સે જ્યારે તેનું એમઆરઆઈ સ્કેન કર્યું તો તેની આંખમાં ગાંઠ જોવા મળી હતી. ત્યારબાદ ડોક્ટર્સે તેનું ઓપરેશન કર્યું અને તે જ દરમિયાન તેની આંખમાંથી વર્ષો જૂનો કોન્ટેક્ટ લેન્સ મળી આવ્યો.
 
મહિલાની ઉંમર જ્યારે 14 વર્ષની હતી ત્યારથી તેની આંખમાં એ લેન્સ હતો, પરંતુ તેની માને એ ઘટના યાદ આવી ગઈ. તેની માનું કહેવું છે કે, 14 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમતી વખતે તેની આખમાં શટર વાગી ગયું હતું. તેને લાગ્યું કે, આંખમાં જે લેન્સ લાગેલો છે એ પડી ગયો છે અને ક્યાંક ખોવાઈ ગયો છે, પરંતુ એ લેન્સ નીકળવાના બદલે તેની આંખની અંદર જતો રહ્યો હતો.
ડોક્ટર પણ હેરાન છે કે છેલ્લા 28 વર્ષથી તેની આંખમાં એક લેન્સ હતો, પરંતુ આટલા લાંબા સમય સુધી કોઈ નુકશાન ના થયું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.