ભારતીય જીવન વીમા નિગમ ડીસા શાખાનું ગૌરવ

ડીસા  ભારતનું સૌથી મોટું તેમજ સર્વોત્તમ નાણાકીય સંસ્થાન.દેશ અને સમાજ ની સાચી સેવાના હિતાર્થે લોક નાણાંનો સમાજ કલ્યાણ હેતુ ઉપયોગ. છેલ્લા બાસઠ વર્ષથી કરોડો ભારતીયોના ચહેરા પર સ્મિત લાવનાર. સમગ્ર વિશ્વમાં વિમા ક્ષેત્રના જાહેર સાહસોમાં સૌથી વધુ મિલકતો ધરાવતી એક માત્ર સંસ્થા એટલે"ભારતીય જીવન વીમા નિગમ"ત્યારે ગાંધીનગર ડિવિઝનની ડીસા શાખાના દાવા (કલેઇમ) વિભાગે  પોતાના કર્મઠ કર્મચારીઓના દ્વારા વધુ માં વધુ દાવાઓની ચુકવણી કરી ગાંધીનગર ડિવિઝનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ડીસા શાખાનું ગૌરવ સાથે પ્રતિષ્ઠા ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે ગાંધીનગર ડિવિઝનના દાવા વિભાગ ના આસિ.મેને.શ્રી અમિતસીગ સા.તથા ડીસા શાખા ના બ્રાન્ચ મેનેજર  પોખરાજ ચોહાણ ના વરદ હસ્તે દાવા વિભાગના નિરજ ગામી, જયેશ દેસાઈ, દિનેશ વારડે, તેમજ બાબુભાઈ વાગડીયા નું ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ડીસા શાખા ના તમામ કર્મઠ કર્મચારીઓ ની સેવા ને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.