02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / મોડાસાની પાંચજયોત સોસાયટીમાં ગાયના વાછરડાનું રક્ષણ કરી સોસાયટીની મહિલાઓએ માતૃ ધર્મ નિભાવ્યો

મોડાસાની પાંચજયોત સોસાયટીમાં ગાયના વાછરડાનું રક્ષણ કરી સોસાયટીની મહિલાઓએ માતૃ ધર્મ નિભાવ્યો   31/08/2019

અરવલ્લી  : અરવલ્લી માં ને સૌથી વહાલું તેનું બચ્ચું હોય છે કોઈપણ માં પછી ચાહે માનવ હોય કે પ્રાણી કે પક્ષી તેના  જીવના જોખમે પણ તેના બચ્યાનુ રક્ષણ કરતી હોય છેકહેવાય છે મા તે મા બીજા વગડાના વા, પરંતુ આ ઘોર કળિયુગમાં આ કહેવત અમુક કિસ્સાઓમાં ખોટી સાબિત થઇ રહી છે. હાલના સમયમાં પોતાના પાપને ઢાંકવા માટે કળિયુગી માતાઓ જન્મ બાદ પોતાના બાળકને ત્યજી દેતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે જાણે માનવીના સતત સહેવાસમાં રહેતા પ્રાણીઓ પણ માનવીના જેવા સ્વાર્થી બન્યા હોય તેવો એક કિસ્સો મોડાસા શહેરમાં બનતા નગરજનોમાં અચરજ ફેલાયું છે મોડાસા પંચજ્યોત સોસાયટી માં ગાય વાછરડા ને જન્મ આપ્યા બાદ સ્થળ પર વાછરડાને તરછોડીને જતી રહેતા સોસાયટીના રહીશોએ ગાયના માલીક નો સંપર્ક કરતા માલીક પણ કલાકોના સમય વીતવા છતાં વાછરડાને લેવા ન આવતા રહીશોએ વાછરડાનું રક્ષણ કરવાની સાથે  તાજા જન્મેલા વાછરડા ને નાના બાળક ની જેમ બોટલ થી દૂધ પીવડાવી એક મા ની ગરજ સારી છે સોસાયટી ના નિમાં બેન ઉપાધ્યાય તથા અન્ય રહીશો એ વાછરડું જન્મતા ની સાથે જ વાછરડા ને નવડાવી ધોવાડાવી સફાઈ કરી એક સાચા જીવદયા ની ભૂમિકા થી સમગ્ર વિસ્તાર માં માનવતા મહેકી ઉઠી છે અને સોસાયટીના રહીશોએ માતૃધર્મ નિભાવી ગાય અને ગાયના માલિકની નિષ્ઠુરતા સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો.

Tags :