02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ધો. ૨ના ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ એવા છે જઓને ધોરણ પ્રમાણે વાંચતા લખતાં આવડતું નથી

ધો. ૨ના ૭૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ એવા છે જઓને ધોરણ પ્રમાણે વાંચતા લખતાં આવડતું નથી   07/03/2019

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત રાજ્યની અન્ય શિક્ષણ સમિતિમાં ધો. ૩ના વિદ્યાર્થીઓની ગત વર્ષે લેવાયેલી પરીક્ષામાં ચોંકાવનારૂં પરિણામ આવ્યુ હતું. જેમાં  સંખ્યાબંધ વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડતું ન હોવાનું બહાર આવ્યુ ંહતું. આ ક્ષતિ દુર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપચારાત્મક શિક્ષણની કામગીરી જાન્યુઆરી માસથી શરૂ કરવામા ંઆવી છે તેના માર્ગદર્શન માટે આજે ટેલીકોન્ફરન્સનું આયોજન કરાયું હતું.  આ ઉપચારાત્મક શિક્ષણ બાદ ૧૫-૧૬ માર્ચે  વચગાળાની પરીક્ષા બાદ ૩૦ એપ્રિલના રોજ આ પ્રયોગ કેટલો સફળ થયો તે જાણવા માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પણ કરવામા ંઆવશે. 
 
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધો. ૨ના શિક્ષક, આચાર્ય અને નિરીક્ષકોની એક ટેલીકાન્ફરન્સ કરાવમા ંઆવી હતી. આ કોન્ફરન્સમાં  જાન્યુઆરી માસથી શરૂ થયેલા ધો.૨ના વિદ્યાર્થીઓને માટે શરૂ કરવામાં આવેલું ઉપચારાત્મક શિક્ષણ અંગે માર્ગદ્રર્શન અપાયું હતું.  જુલાઈ ૨૦૧૮માં ધો. ૩ના વિદ્યાર્થીઓને ધો.૨ના અભ્યાસક્રમની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ વાંચન લેખનમાં કાચા દેખાયા હતા. 
 
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધો. ૨ના ૭૦ ટકાથી વધુ  વિદ્યાર્થીઓ એવા છે જઓને ધોરણ પ્રમાણે વાંચતા લખતાં કે ગણિત આવડતું નથી. આવા ચોંકાવનારા પરિણામ બાદ રાજ્ય સરકારે ઉપચારાત્મક શિક્ષણ આપવાની કામગીરી જાન્યુઆરી માસથી શરૂ કરાવી હતી. આ કામગીરી યોગ્ય રીતે થઈ કે નહીં તે ઉપરાંત વધુ માહિતી માટે આજે ટેલીકોન્ફરન્સ થઈ હતી. જેમાં જણાવવામા ંઆવ્યું હતું કે અત્યાર સુધી જે શિક્ષણ આપવામા ંઆવ્યું છે તેનું પરિણામ કેવું છે તે જાણવા માટે ૧૫-૧૬ માર્ચના રોજ વચગાળાની પરીક્ષા ધોરણ ૨ના વિદ્યાર્થીઓની લેવામા ંઆવશે. આ પરીક્ષા બાદ પણ હજી આઠ અઠવાડિયા બાકી હોવાથી ધો. ૨ના વિદ્યાર્થીઓને લખતાં વાંચતા આવડે તે માટે પધ્ધતિસર શિક્ષણ આપવા માટે તાકીદ કરવામા આવી હતી. 
 
૧૫-૧૬ માર્ચની પરીક્ષા બાદ ૩૦ એપ્રિલે  થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન પણ કરવામાં આવશે. આ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન થશે અને તેનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે  શિક્ષણ સમિતિ અને સરકારના આ ઉપચારાત્મક શિક્ષણની અસર કેટલી થશે. આ ઉપરાંત આજે ધો. ૩થી ૫માં તાસ પધ્દતિનો અમલ યોગ્ય રીતે થાય તે પ્રકારની કામગીરી કરવા માટે પણ સુચના આપવામાં આવી હતી.
 
બોર્ડની પરીક્ષાના કારણે સમિતિની શાળામાં શિક્ષકોની વધુ ઘટ રહેશે
 
આવતીકાલથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાના કારણે શિક્ષકોની ઘટથી પીડાતી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટમાં વધારો થશે. સમિતિની શાળાના અનેક  શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં સરકારી કર્મચારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ કર્મચારીઓ બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા હોવાથી સ્કુલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે જઈ શકશે નહીં. 
 
આમ જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં શિક્ષકો ઓછા હોવાથી વર્ગ ભેગા કરીને ભણાવાવમા ંઆવી રહ્યાં છે. તો બીજી તરફ ધોરણ ૨ના વિદ્યાર્થીઓને લખતા વાંચતા ન આવડતું હોવાથી તેમને ઉપચારાત્મક શિક્ષણ અપાઈ રહ્યું છે. આવા સમયમાં શિક્ષણ સમિતિના શિક્ષકોની શાળામાં ગેરહાજરી શિક્ષણને વધુ ડિસ્ટર્બ કરી શકે છે. 

Tags :