02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાજ્યમાં દુકાનો - રેસ્ટોરન્ટો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિનભાઈ પટેલની જાહેરાત

રાજ્યમાં દુકાનો - રેસ્ટોરન્ટો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિનભાઈ પટેલની જાહેરાત   02/05/2019

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.નીતિનભાઈ પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.

Tags :