02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રીક્ષાએ સ્પીડ બ્રેકર આવતાં બ્રેક મારી, બે મજૂર પડી જતાં ટ્રક ફરી વળતાં મોત

રીક્ષાએ સ્પીડ બ્રેકર આવતાં બ્રેક મારી, બે મજૂર પડી જતાં ટ્રક ફરી વળતાં મોત   03/08/2018

રાજુલા હિંડોરણા વચ્ચે લૂણસાપુર સિન્ટેક્સ કંપનીમાંથી મેજીક રીક્ષા આવી રહી હતી. રોડ પર સ્પીડબ્રેકર આવતા મેજીક રીક્ષાના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી રોકવાનો પ્રયાસ કરતાં પાછળ ઊભા રહેલા બે મજૂર રોડ પર પડી ગયા હતાં. મેજીક પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રક બંને પર ફરી વળી હતી અને મેજીકને ટક્કર મારતાં તે ખાડામાં પલટી મારી ગઈ હતી.
 
મેજીક રોડ નીચે ખાડા માં પલટી મારી જેના કારણે 5 થી વધુ મજૂરો સહિતના લોકો દટાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેમને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. ટ્રક ફરી વળતાં મોતને ભેટેલા બંને મૃતકને રાજુલા હોસ્પિટલમાં પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા.
 
અકસ્માતની ઘટનાની જાણ થતાં રાજુલા પ્રાંત અધિકારી કે.એસ.ડાભી અને પી.આઈ.જાડેજા, પી.એસ.આઈ.ગોહિલ સહિત પોલીસ તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
 
રાજુલા હિંડોરણા રોડ પરના સ્પીડ બ્રેકરના કારણે વારંવાર અકસ્માત થતાં હોવાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ તંત્રના અધિકારીઓને રજુઆત કરતા તાત્કાલિક કે.એસ.ડાભી પ્રાંત અધિકારી એ તંત્ર ને સ્પીડ બ્રેકર હટાવવા સૂચના આપી હતી. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી હતી.
 
ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાતા સ્થાનિક ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, પ્રવીણભાઈ બારૈયા સહિતના કોંગી કાર્યકરો દોડી ગયા હતા. મજૂરો સિન્ટેક્ષ કંપનીમાં કામ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળતા સિક્યુરિટી હેડ બ્રિજેશકુમાર સિંગ દોડી ગયા હતા

Tags :