02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરમાં જાહેરમાં દારૂ પીતા યુવકોનો વીડિયો વાયરલ થતાં ચકચાર

પાલનપુરમાં જાહેરમાં દારૂ પીતા યુવકોનો વીડિયો વાયરલ થતાં ચકચાર   01/07/2019

પાલનપુર : ગુજરાત સરકાર એક તરફ દારૂબંધીની વાતો કરી રહી છે તો બીજી તરફ પાલનપુર પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં બિન્દાસ્ત રીતે કેટલાક યુવકો દારૂ પી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભર માં દારૂબંધીને પગલે દારૂની હેરાફેરી ઉપર તેમજ દારૂનું સેવન કરતા તત્વો સામે કડક કાર્યવાહી માટે સૂચના આપવામાં આવેલી છે. તેમ છતાં ઠેક ઠેકાણે છૂપી રીતે દારૂનું જોરશોરથી વેચાણ ચાલી રહ્યું હોવાની રાવ ઉઠી છે. તેમાં પાલનપુરમાં પણ ઠેકઠેકાણે દારૂના અડ્ડા ધમધમતા હોવાની ચર્ચાઓ વચ્ચે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં કેટલાક યુવકો બિન્દાસ્ત રીતે દારૂ પી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દારૂ પી રહેલા આ યુવકોને જાગૃત નાગરીકોએ અટકાવ્યા હતા. વીડિયોમાં યુવકો ગ્લાસમાં દારૂ લઈ બિંદાસ્ત રીતે દારૂ પી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

Tags :