છાપી હાઇવે ઉપરથી ૧૦ લાખનો દેશી ઘી નો શંકાસ્પદ જથ્થો સિઝ

 
 
 
 
 
                                                         
 
                                             વડગામ તાલુકા ના છાપી હાઇવે થી માહી ગામ તરફ જતા એપ્રોચ રોડ ઉપર મંગળવારે છાપી પોલીસ અને પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક ઘી બનાવતી ફેક્ટરીઉપર  ઓચિંતી રેડ કરી શકાસ્પદ ગૌરવ બ્રાન્ડ નો દેશી ઘી નો રૂ. ૧૦૨૪૮૬૦ નો જથ્થો સિઝ કરી ઘી ના નમૂના પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા ફૂડ વિભાગ ની કામગીરી ને લઈ ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી નો ધધો કરતા તત્વો માં ફફડાટ  વ્યાપી ગયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ છાપી નજીક માહી ગામ ની સીમ માં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામ ની ફેકટરી માં ગૌરવ બ્રાન્ડ ના નામ શંકાસ્પદ  દેશી ઘી નું ઉત્પાદન કરવા માં આવતું હોવાની ખાનગી બાતમી આધારે છાપી પીએસઆઈ પરિમલ દેસાઈ અને ફૂડ ઇન્સ્પેકટર પી.આર.સુથાર, એસ.કે. પ્રજાપતિ અને દિલીપભાઈ ગામીત દ્રારા મંગળવારે ઓચિંતી રેડ કરી શંકાસ્પદ દેશી ઘી નો કુલ જથ્થો ૩૩૦૬ કિલો દેશી ઘી નો રૂ. ૧૦૨૪૮૬૦ નો જથ્થો સિઝ કરી ઘી ના નમૂના પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.