02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / ફુગાવામાં સતત વધારાના કારણે રીઝર્વ બેંક વ્યાજ દરમાં કરશે વધારો

ફુગાવામાં સતત વધારાના કારણે રીઝર્વ બેંક વ્યાજ દરમાં કરશે વધારો   30/07/2018

મુંબઇ: ગત સપ્તાહે શેર બજારમાં નિફ્ટી એ સેન્સેકસની તેજીને હજુ પણ ઇંધણ મળી રે તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે, આવતીકાલે મંગળવારથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની બે દિવસીય નાણાકીય નીતિ સમીક્ષા બેઠક શરૂ થઇ રહી છે. આરબીઆઇ પોલિસી બેઠકનો નિર્ણય આગામી પહેલી ઓગસ્ટે જાહેર કરશે, જો, કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આગામી બેઠકમાં ૦.૨૫ ટકા સુધી વ્યાજદરમાં વધારો કરવા સંબંધી નિર્ણય જાહેર કરી શકે છે. આ વધારાને પગલે પણ માર્કેટને વધુ વેગ મળવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.
 
દેશમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ફૂગાવાનું કારણ આગળ ધરીને રીઝર્વ બ્ન્કના સત્તાવાળાઓ પહેલી ઓગસ્ટે વ્યાજદરમાં વધારો કરી શકે તેવી પૂર્ણ શક્યતા રહેણી છે. જો તેમ થશે તો બે મહિનામાં બીજી વખત વ્યાજદરમાં વધારો એમની બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ઊંચા ભાવ છે અને તેના કારણે ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની નીતિ અપનાવી છે. તેની સધી અસર ફુગાવા ઉપર પડી રહી છે.
 
એ જ પ્રમાણે સરકારે વિવિધ એગ્રિકલ્ચર ચીજવસ્તુઓના લઘુતમ ટેકાના ભાવ-એમએસપીમાં વધારો કર્યો છે તથા સરકારી કર્મચારીઓના ઊંચા પગાર-ભથ્થાં સહિતની બાબતોના કારણે ફુગાવામાં વધારો થઇ રહ્યો છે. આરબીઆઇ ફુગાવા સામેના જોખમને સતત 'ઇન્ડિકેટ' કરી રહી છે, જેના પગલે આરબીઆઇ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે.

Tags :