પાટણ જિલ્લાનો અછતનો સર્વે કરવા અછત રાહત ટીમ આવી પહોંચી

 
 
                       પાટણ જિલ્લાના આઠ તાલુકાને અછતર્ગ્‌ત જાહેર કર્યા બાદ ૧ લી ડિસેમ્બરથી રાહત કાર્યો શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ ગતરોજ પાટણ જિલ્લાની મુલાકાતે અછત રાહત ટીમ આવી હતી અને બપોરે બેઠક બાદ સમી તાલુકાની મુલાકાત લીધી હતી.  સમી તાલુકામાં ઘાસચારા વિતરણની કામગીરી તેમજ અહીં આવેલી પાંજરાપોળની મુલાકાત લેશે. ત્યારબાદ તારાનગર ખાતે ગ્રામજનો સાથે મીટીંગ કરશે. જ્યાં ખેડુતો પોતાના પ્રશ્નો રજુ કરશે. ખેડુતોના પ્રશ્નો સાંભળ્યા બાદ રાધનપુર ખાતે ચાલતા મનરેગાના કામોની સમીક્ષા કરશે.સમી તાલુકામાં હાલ ૧૦ હજાર કિલો ઘાસ આપ્યું છે. તેમાંથી ૭પ૦૦ કિ.ગ્રામ રૂ. બે ના ભાવે વેચાયું છે. પ૩ જેટલા પશુપાલકો આ ઘાસ લઈ ગયા છે. સરકારને અત્યાર સુધી પશુપાલકો તરફથી રૂ. ૧૪૪૦૦ ની આવક થઈ છે.  એક પશુપાલકને પાંચ ઢોર દીઠ એક અઠવાડીયા માટે બે કિલો ઘાસ આપવામાં આવી રહ્યું છે. જા ક અછત રાહતની કામગીરી હજુ જાઈએ તેવી શરૂ થઈ નથી. કૃષિ વિભાગ દ્વારા સમી તાલુકામાં જુવારનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.