નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝાટકો લાગ્યો, જાપાને ફંડિંગ રોક્યું, જાણો કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝાટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટનું ફંડિંગ કરનાર જાપાની કંપની જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જીકા)એ બુલેટ ટ્રેન નેટવર્ક માટે ફંડિંગને રોકી દીધું છે. જાપાની કંપનીએ મોદી સરકારને કહ્યું છે કે આ પ્રોજેક્ટ પર આગળ વધતાં પહેલાં આ દેશમાં ખેડૂતોની સમસ્યા પર પહેલાં નજર કરવાની જરૂર છે.
 
એક લાખ કરોડ રૂપિયાના ખર્ચે બુલેટ ટ્રેન યોજનાના નિર્માણમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી જમીન અધિગ્રહણ કરવાનો મામલો વિવાદમાં પડી રહ્યો છે. આ વિવાદને જોતા જયાં કેન્દ્ર સરકારે એક સ્પેશ્યલ કમિટીની રચના કરી છે ત્યાં જાપાની કંપનીએ ફંડ રોકતા કહ્યું છે કે મોદી સરકારને પહેલાં ખેડૂતોની સમસ્યાથી છુટકારો મેળવવાની જરૂ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટને 2022 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્યાંક છે અને હવે જાપાન દ્વારા યોજનાનું ફંડિંગ રોકતા આ લક્ષ્ય વધુ આગળ વધી શકે છે.
 
જીકા જાપાન સરકારની એજન્સી અને તે જાપાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સામાજિક-આર્થિક નીતિઓને નક્કી કરે છે. ત્યાં નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરસીએલ)ને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી મળી છે. હાલ ભારત સરકારની આ એજન્સીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી જમીન અધિગ્રહણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સામેલ બંને રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેડૂત પોતાની જમીન માટે વધુ વળતરની માંગણી કરી રહ્યા છે. આ વળતર સિવાય બંને રાજ્યોમાં ખેડૂતોએ જમીન માટે શરત મૂકી છે કે સરકાર આ વિસ્તારમાં સામાન્ય સુવિધાઓની સાથો સાથ તળાવ, સ્કૂલ, સોલાર લાઇટ સહિત ગ્રામીણ સ્તર પર હોસ્પિટલ અને ડૉકટરની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરે.
 
ઉલ્લેખનીય છે કે 508 કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં લગભગ 110 કિલોમીટરની સફલ મહારાષ્ટ્રના પલઘરથી પસાર થાય છે અને કેન્દ્ર સરકારને અહીંના ખેડૂતો પાસેથી જમીન લેવામાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સરકારને લગભગ 85 હેકટર જમીનનું અધિગ્રહણ આઠ જિલ્લામાં ફેલાયેલ 5000 ખેડૂત પરિવારો સાથે 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.