જામનગરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા: નકલી દૂધનો જથ્થો ઝડપાયો

જામનગર: જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાંથી નકલી દૂધની મીની ફેક્ટરીઓ ઝડપાયાની ઘટના બાદ પોલીસે લાલપુર પંથકમાં વધુ એક કાયવાહી કરી ભેળસેળ યુક્ત દૂધનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે આ પ્રકરણમાં હાલ તો એક સખ્સની ધરપકડ કરી છે. પરંતુ આ પ્રકરણના મૂળ સુધી પહોચવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છ માસ પૂર્વે જામનગર એલસીબી પોલીસે કાલાવડ પંથકમાં દરોડો પાડી નકલી દૂધ બનાવતી મીની ફેક્ટરી પકડી પાડી હતી. અહી આરોપીઓ દ્વારા વનસ્પતિ તેલ અને દૂધનો પાવડર મિક્સ કરી નકલી દૂધને અસલી દૂધનું રૂપ આપી ટેન્કરો વાટે રાજકોટ મોકલવામાં આવતું હતું. આ પ્રકરણ બાદ પોલીસે જામજોધપુર પથકમાં પણ આવી કાર્યવાહી કરી હતી.આ ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં ગઇકાલે એસઓજી પોલીસે લાલપુર પંથકમાં દરોડો પાડી શહીદ વન પાસે વોચ ગોઠવી એક ખુલ્લા ટેમ્પોને આંતરી લીધો હતો.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના દેવરિયા ગામે રહેતા ટ્રેક્સ ચાલકના કબજાના વાહનમાંથી ૧૨૦૦ લીટર દૂધ ભરેલ મોટા કેન મળી આવ્યા હતા. આ તમામ જથ્થામાં ભેળસેળ હોવાનું સામે આવતા એસઓજીની ટીમે ટ્રેક્સ ચાલક રાજશી મસરી ગોજીયા નામના સખ્સની અટકાયત કરી હતી. એસઓજી પોલીસે આરોપી સામે લાલપુર પોલીસમાં ગુનો દાખલ કરાવી કબજો સુપ્રત કરાયો હતો. બીજી તરફ દૂધના વિશાળ જથ્થાને પોલીસે સલામત સ્થળે વહાવી દઈ નાશ કર્યો હતો. ભેળસેળયુક્ત દૂધનું રેકેટ કેટલા સમયથી અને કોના દ્વારા ચાલતું હોવાની તેમજ આ જથ્થો ક્યાં સપ્લાઈ કરવામાં આવતો હોવા સબંધિત તાગ મેળવવા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.