02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં પાલિકાની ઘોર નિષ્કાળજી : પાણીના ત્રણ બોર તૈયાર હોવા છતાંય ચાલુ થતા નથી

રાધનપુરમાં પાલિકાની ઘોર નિષ્કાળજી : પાણીના ત્રણ બોર તૈયાર હોવા છતાંય ચાલુ થતા નથી   10/08/2018

રાધનપુરમાં પાલિકાની ઘોર નિષ્કાળજી ઃ પાણીના ત્રણ બોર તૈયાર હોવા છતાંય ચાલુ થતા નથી 
 
 
રાધનપુર
રાધનપુરમાં એક બાજુ પાણી વિના લોકો વલખા મારી રહ્યા છે ત્યારે પાલિકાની ઘોર નિષ્કાળજીના કારણે ત્રણ-ત્રણ બોર તૈયાર હોવા છતાંય અને વિઠ્ઠલનગર અને રામનગરમાં બે બોરના સંપના કામ માટે અઢી મહિનાથી વર્કઓર્ડર પણ અપાઈ ચુક્યા હોવા છતાંય કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ના હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે,જયારે ભાજપના આ વોર્ડના કોર્પોરેટર અંકુરભાઈ જોશી દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોમાં કામમાંથી મળતી ટકાવારી માટે સેટિંગ થતું ના હોવાથી કામ અટક્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.જો કે ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ કોંગ્રેસની બોડી દ્વારા નવી ગ્રાન્ટ ના આવે ત્યાં સુધી કામ ના કરવું તેવું લેખિતમાં અપાયું હોવાનું જણાવ્યું હતું.
નગરપાલિકા દવારા મસાલી રોડ ઉપર આવેલી ૨૦ થી વધુ સોસાયટીઓ અને વિસ્તારના લોકોને પીવાના પાણીની હાલાકી ના પડે તે માટે વિઠ્ઠલનગર અને રામનગરમાં પાણીના બોર બનાવવામાં આવેલા છે,બોર તૈયાર છે, ઓપરેટરની ઓરડી તૈયાર છે, ચારેબાજુ કમ્પાઉન્ડ વાલ પણ તૈયાર છે, પરંતુ સંપની કામગીરીના અભાવે બોરનું પાણી લોકો સુધી પહોંચતું નથી. પાલિકા દ્વારા વિઠ્ઠલનગરના બોર માટે રૂ.૯૭૯૦૪૯ ના ખર્ચે ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ લિટરનો અંદર ગ્રાઉન્ડ સંપ બનાવવા તેમજ રામનગર બોર માટે પણ એટલી જ રકમમાં ત્રણ લાખ લિટરનો અંદર ગ્રાઉન્ડ સંપ બનાવવા માટે તા.૨૩-૦૫-૨૦૧૮ના રોજ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે,તેમ છતાંય નિષ્કાળજી કહો કે આડોડાઇના કારણે કામગીરી થતી ના હોવાથી લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.આ જ રીતે નર્મદા યોજનાના ક્વાર્ટર પાછળ પણ બોર બનીને તૈયાર પડ્‌યો છે,જેને બુચ મારી દેવામાં આવ્યું છે.નથી તો સંપ માટે કામગીરી કરવામાં આવતી કે નથી અન્ય કામગીરી આગળ ધપતી,જેના કારણે તૈયાર બોર હોવા છતાંય પાણી લોકો સુધી નથી પહોંચતું.

Tags :