વલસાડના મોગરાવાડીમાં 6 વર્ષની બાળા પર પડોશી યુવક દ્વારા દુષ્કર્મ

વલસાડના પરા વિસ્તાર એવા મોગરાવાડીની ચાલીમાં રહેતી એક માસૂમ બાળા શુક્રવારે હેવાનિયતનો શિકાર બની હતી. પડોશી યુવકે બાળાને સંડાસમાં પૂરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતાં ભાઈબીજના દિવસે લોકોમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાતાં પોલીસે પોસ્કોનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોગરાવાડીની ચાલીમાં પોતાની માતા સાથે રહેતી 6 વર્ષીય બાળા બપોરે તેના ઘરની બાજુમાં આવેલા ટોઇલેટમાં ગઈ હતી. જેવી તે અંદર ગઈ તરત જ ત્યાં બાજુમાં ઉભો રહેલો આલોક રામ અવતાર મિશ્રા સંડાસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યાર બાળકીએ બૂમાબૂમ કરી દેતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મેથીપાક ચખાડી પોલીસને સોપ્યો હતો.
 
બાળા સાથે દુષ્કર્મ આચરનારો આલોક મિશ્રા હનુમાન ફળિયામાં રઘુનાથ યાદવની ચાલીમાં રહે છે. તે ટ્રેનોમાં ફરી ચા-કોફીનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.