થરાદ કોલેજ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓ વિજયભાઇ કરશનભાઇ તથા અશોકભાઇ સજાભાઇને પીલુડા તરફથી સ્વીફ્‌ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની અને ભાભર તરફ જનાર હોવાની ખાનગી બાતમી મળી હતી.આથી પોલીસે થરાદ ચારરસ્તા પાસે નાકાબંધી કરી વાચ ગોઠવી હતી.દરમ્યાન ઉપરોક્ત નંબરની કાર આવતાં પોલીસે ખાનગી વાહનની આડાશ કરી તેને ઉભી રહેવા ઇશારો કરતાં ચાલકે ભાભર તરફ જતા રોડે ભગાવી હતી.આથી પોલીસે તેનો પીછો કરતાં એકાદ કિમી દુર કોલેજ નજીક કાર મુકીને તેમાંથી બે શખસો ઉતરીને બાવળોની જાડીમાં નાસી છુટ્યા હતા.પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની ૧૬ પેટીમાં રહેલો ૧૯૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ૯૬૦૦૦નો દારૂ તથા ૧.૫૦ લાખની કાર મળીને ૨૪૬૮૦૦નો મુદ્દામાલ કબજે લઇને વધુ કાર્યવાહી હાથ 
ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.