પાટણમાંથી રૂ-૪,૦૫,૧૦૦ના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓ ઝડપાયા

પાટણ પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સૂચના આપતા ના.પો.અધિ. સિધ્ધપુર તથા પો.ઇન્સ પાટણ સીટી બી ડીવી પો.સ્ટેના માર્ગદર્શન હેઠળ  પો.સ.ઇ. વાય.કે.ઝાલા સહીત સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે પાટણમાં બી.ડી.હાઇસ્કુલ પાસે રામનીવાડી વિસ્તારમાં પટેલ ભરતભાઇ જીવાભાઇના બોર ઉપર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીનપત્તીથી ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકકીત આધારે  રેઇડ કરતા રોકડ રકમ રૂપિયા- ૧,૪૨,૬૦૦ તથા મોબાઈલ નંગ-૯ કિ.રૂ-૯૨,૫૦૦ તથા વાહન નંગ-૦૬ કિ.રૂ ૧,૭૦,૦૦૦ મળી કુલ.કિ.રૂ-૪,૦૫,૧૦૦ના મુદ્દામાલ સાથે પટેલ ભરતભાઇ જીવાભાઇ રહે. પાટણ નાગરલીમડી વેરાઇમાતાનીપોળ તા.જી.પાટણ,પટેલ જીગર રમેશભાઇ રહે.પાટણ ઘીમટો ત્રિકમ બારોટની વાવ તા.જી.પાટણ, સાલ્વી કિશનકુમાર પ્રવિણચન્દ્ર રહે.પાટણ અંબિકા ટાઉનશીપ તાજી.પાટણ, ઠક્કર જનકકુમાર શાન્તીભાઇ રહે.પાટણ સિધ્ધનાથ સોસાયટી તા.જી.પાટણ, શાહ દેવાંગકુમાર શશીકાન્તભાઇ રહે.પાટણ લાવણ્ય સોસાયટી તા.જી.પાટણ, શાહ પાર્થકુમાર વિજયભાઇ રહે.પાટણ ભગવતીનગર સોસાયટી તા.-જી.પાટણ, પરીખ ગૌરાંગ નંદલાલ રહે.પાટણ જયવીરનગર સોસાયટી તા.-જી.પાટણ, ત્રિવેદી તુષારભાઇ રમેશભાઇ રહે.પાટણ ૧૦૬ યશવિહાર સોસાયટી તા.-જી.પાટણને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.