અમીરગઢમાં પતિએ પત્નીને ડામ દેતા ચકચાર

અમીરગઢ તાલુકાના અવાળા ગામની એક પરણીતા ઘરેલુ હિંસાનો ભોગ બની હતી. પતિ દ્વારા ગરમ ચીપિયા વડે શરીરના ભાગે ડામ આપવામાં આવતા પીડીતાએ 181 મહિલા અભીયમનો સહારો લીધો હતો. જેને 181 ની ટીમ દ્વારા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલના સખી ગૃહ ખસેડાઇ હતી.
 
મહિલાને ડામ આપવાની ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ,  દાંતીવાડા તાલુકાના ભીલીયાણા ગામની કંકુબેન મોડાજી દેસાઈ નામની યુવતીના બાળ લગ્ન અમીરગઢ તાલુકાના અવાળા ગામના નાગજીભાઈ રબારી નામના યુવક સાથે પોતાના ભાઈના સાટા પ્રથા માં સાત વર્ષ અગાઉ કરવામાં આવ્યા હતા. આ પરિણીતા છેલ્લા પાંચ વર્ષથી અવાળા સાસરીમાં રહેતી હતી. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી આ પરણીતાને તેના પતિ નાગજી ભાઈ દ્વારા યેનકેન પ્રકારે માર મારીને ત્રાસ આપવામાં આવતો હતો. જોકે, આ પરણીતાના લગ્ન તેના ભાઈ ના સાટામાં થયેલા હોઈ તેના ભાઈનો સંસાર બગડે નહીં તે માટે પીડિત મહિલા મૂંગા મોંઢે પતિનો અમાનુષી અત્યાચાર સહન કરતી હતી. 
 
દરમિયાન, મંગળવારના સવારે કોઈ કારણોસર ઉશ્કેરાયેલા નાગજીભાઈ રબારીએ તેમની પત્ની કંકુબેન પર ગુસ્સે થઈ ને ગરમ ચિપીયા વડે કમર હાથ અને પીઠના ભાગે ડામ દીધા હતા. જો કે, પતિના ત્રાસથી ત્રસ્ત પરણીતા એ આખરે પતિના ત્રાસથી મુક્ત થવા 181 મહિલા અભિયમ પાસે મદદની ટહેલ નાંખતા  181ની ટીમ તાબડતોડ અવાળા ગામે દોડી આવી હતી. અને પતિ દ્રારા આપવામાં આવેલ ડામથી ઘાયલ પરણીતાને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.