થરાદના મોરથલ ખાતે માધ્યમિક શાળાના નવા મકાનનું ખાતમુર્હૂત

 
 
 
 
 
 
                                                થરાદ તાલુકાના મોરથલ મુકામે રાજ્યના સિંચાઇમંત્રી પરબતભાઇ પટેલના હસ્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.૧.૪૩ કરોડના ખર્ચથી નિર્માણ થનાર માધ્યમિક શાળાના મકાનનું ખાતમુર્હૂત કરાયું હતું.આ પ્રસંગે આજુબાજુના ગ્રામજનોને મંત્રીએ દિકરા દિકરી વચ્ચે શિક્ષણનો ભેદભાવ રાખ્યા વગર સમાન ઉછેર કરીને ઉચ્ચ શિક્ષણ અપાવવા અપીલ કરી હતી.શા માટે શિક્ષણ જરૂરી છે એનું મહત્વ સમજાવતાં મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણથી તમામ મુશ્કેલીઓનું સમાધાન થઇ શકે છે.શિક્ષણ મેળવાનાર વ્યક્તિ જ આગળ વધી શકે છે.આથી વર્તમાન સમયમાં શિક્ષણ વગર પરિવાર કે સમાજની સુખ,શાંતી અને સમૃધ્ધી અસંભવ હોઇ સમયને ઓળખીને શિક્ષણ મેળવવું જરૂરી છે.પરબતભાઇ પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બાળકોને સારૂ અને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે કરેલાં શિક્ષણલક્ષી કામો અને યોજનાઓની પણ વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે થરાદ તા.પંચાયતના ઉપપ્રમુખ દાનાભાઇ માળી, જીલ્લા પંચાયત સદસ્ય માંગીલાલ પટેલ, અનાજી વાઘેલા કળશ (લવાણા),જિલ્લા પંચાયતના પુર્વ સરપંચ ભીખાભાઇ પટેલ, મોરથલ સરપંચ સહિત અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.