02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઉંઝાના ઐઠોર ગામે ખેડૂતના વાડામાંથી પશુની ચોરી

ઉંઝાના ઐઠોર ગામે ખેડૂતના વાડામાંથી પશુની ચોરી   10/08/2018

ઉંઝાના ઐઠોર ગામે ખેડૂતના 
વાડામાંથી પશુની ચોરી 
 
 
 
ઉંઝા
ઉંઝા નજીકના ઉનાવા ગામે દરગાહ અને બજાર વિસ્તારમાં આવેલ બે ત્રણ દુકાનોના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાની શાહી હજી સુકાઈ નથી ત્યાં નજીકના ઐઠોર ગામે એક ખેડૂતના વાડામાં બાંધેલ પાડીની ચોરી થવા પામી છે.
ઐઠોર ગામે રહેલા પટેલ કચરાભાઈ જેઠાભાઈએ પોતાના વાડામાં બે ભેંસો અને એક પાડી બાંધી હતી. ત્યારે રાત્રિના સમયે કોઈ તસ્કરો પીકઅપ ડાલુ લઈને અહીં આવ્યા હતા અને વાડામાં બાંધેલ પાડીને પીકઅપ ડાલામાં નાંખી ચોરી કરીને ક્યાંક લઈ ગયા હતા ચોરાયેલ પાડીની કિંમત અંદાજે રૂપિયા દશ હજારની થવા જાય છે.
 આ બનાવ અંગે ઉનાવા પોલીસે પશુ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉનાવા પોલીસ મથકની હદમાં પોલીસના યોગ્ય નાઈટ પેટ્રોલિંગના અભાવે તસ્કરોને ફાવટ આવી હોવાનું આમ જનતામાં બોલાય છે.

Tags :