ધાનેરા ટી.ડી.ઓ.ને સરપંચ મંડળનું સમર્થન

 
 
 
 
 
                              બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કેટલાક તલાટી પોતાના અધિકારીને હટાવવા માટે હડતાલનું હથિયાર ઉપાડ્‌યું છે. જો આ તરફ ધાનેરા તાલુકાના પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિ એવા સરપંચોની ટી.ડી.ઓ.ની તરફેણમાં રહી આવા બાહોશ અધિકારીને  તાલુકાના પ્રજાભિમુખ વહીવટ માટે જાળવી રાખવા સરકાર તેમજ સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રૂબરૂ રજુઆત કરી છે
ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તરીકે છેલ્લા સાત માસથી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી તરીકે એમ બી રાવ ફરજ પર છે અને માત્ર ૭ માસમાં ધાનેરા તાલુકાના છેવાડે ગામડામાં રહેતો વ્યક્તિ પણ પંચાયતને લગતા કામને લઈને તલાટી  પાછળના ફરે અને તેનું કામ તેનાજ ગામમાં આવેલ પંચાયત ઘરમાં બેઠલ ફરજ પરના તલાટી પંચાયત ને લગતું કામ સંતોષકારક અને એકપણ રૂપિયાની લાંચ લીધા વગર કરી આપે તે માટે તેમણે ધાનેરા તાલુકાની તમામ ગ્રામપંચાયતમાં તલાટીઓને રહેવા માટે તાકીદ કરાયા હતા. સાથે વિકાસના કાર્ય, આવાસ યોજના સહિત તમામ સરકાર વતી મળતા લાભ ગરીબ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે પોતાનું કર્તવ્ય સમજી કામને આગળ વધાર્યું હતુ
જો કે ધાનેરા તાલુકાના કેટલાક તલાટીઓને આવું  કામ કરવું ગમતું નથી. જેથી માત્ર ઉપજાવેલ કાઢેલી વાતો સાથે તાલુકા વિકાસ અધિકારીને અહીંનો ચાર્જ છોડવા માટે હડતાલનું શસ્ત્ર ઉઠાવ્યું છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.