થરાદમાં બે શખ્સોએ છરીની અણીએ વાવ તાલુકાના યુવકના દાગીના લૂંટ્યા

રખેવાળ ન્યુઝ થરાદ : વાવ તાલુકાના ઉચપા ગામનો યુવક કલ્પેશભાઈ રામાભાઇ પ્રજાપતિ બુધવારની બપોરના સાડા દસ વાગ્યાના સુમારે થરાદની બજારમાં બીએસસી સેમ-૨ ના પુસ્તકો લેવા માટે થરાદ આવ્યો હતો. જે સ્ટેશનરીની દુકાનેથી પરત નિકળી નગરના બળિયા હનુમાન પાસેથી તેના ચાલુ મોટર સાયકલ પર બે અજાણ્યા શખસો બેસી ગયા હતા. અને તે કંઇ પણ સમજે તે પહેલાં પાછળ કમરના ભાગે છરો ભીડાવી હું કહું તેમ જવા દે એમ કહીને મોટર સાયકલ સાથે ચાર રસ્તા તરફ લઈ ગયા હતા. જ્યાં એક પંપ પાસે છરીની અણીએ યુવકે પહેરેલ સોનાની દોઢ તોલાની મરકી બંન્ને કાનની કિંમત રૂપીયા આશરે ૬૭૫૦૦ તથા આઠઆની ભારની એક એવી છ નંગ વિંટી કિંમત રૂપીયા આશરે ૨૨૫૦૦ તથા ચાંદીની લકી બારભારની કિંમત રૂપીયા ૬૦૦૦ તથા રોકડ રૂપીયા ૫૦હજારની લુંટી લીધા હતા.તેમજ કંઇ બોલશે તો મારીનાખવાની ધમકી આપી પંપથી ફરી પાછા તેના જ મોટરસાયકલ પર તે જ રિતે રીટર્ન આવી ડીસા રોડ પરના સાંઇસમર્થ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ ઉભું રખાવીને નાસી છુટ્યા હતા. ત્યારબાદ આ બનાવ અંગે યુવકે તેના પરિવારજનોને જાણ કરતાં બધા દોડી આવ્યા હતા. જે બનાવ અંગે પોલીસ સમક્ષ વાત કરી હતી. પોલીસે મોડેથી  બનાવના સ્થળે જઇ સીસીટીવી કેમેરાથી તપાસ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.