ખેડૂતે ઇન્ટરનેટની મદદથી કર્યું 1 ફૂટ લાંબા મરચાનું ઉત્પાદન, 2 વીઘામાં થશે 2 લાખની કમાણી

ગુજરાતમાં એક તરફ ખેડૂતો માટે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો બીજી બાજુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામના ખેડૂતે સરકાર ઉપર આશા ન રાખતા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશ્ચર્યજનક એક ફૂટના લીલા મરચાનુ ઉત્પાદન કર્યું છે. આ એક ફૂટના મરચા શાકભાજી માર્કેટ જ નહીં મોલમાં પણ વેચાઇ રહ્યા છે. બે વીઘા જમીનમાં યુવાન ખેડૂતે બે લાખ રૂપિયાની કમાણી કરશે.
 
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા અશોકભાઇ પઢીયારે પોતાની 5 વીઘા જમીન પૈકી 2 વીઘા જમીનમાં ઇન્ટરનેટની મદદથી વધુ ઉત્પાદન આપતા મરચાનું બિયારણ શોધીને મરચાની ખેતી કરી છે. જેમાં તેઓએ એક ફૂટ લંબાઇના આશ્ચર્યજનક મરચાનું ઉત્પાદન કર્યું છે. છેલ્લા 25 દિવસથી એક ફૂટ લંબાઇના મરચા સ્થાનિક શાકભાજી બજારમાં વેચી રહ્યા છે. એક ફૂટ લાંબા મરચા પાદરા શાકભાજી માર્કેટનું આકર્ષણ બન્યા છે. સમગ્ર પાદરા પંથકમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને બનેલા ગામેઠા ગામના એક ફૂટના મરચાં પાદરા તાલુકાના ડભાસા ખાતે આવેલા મોલ સુધી પહોંચ્યા છે.
 
ખેડૂત અશોકભાઇ પઢીયારે જણાવ્યું હતું કે, મેં ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ભાઇઓ વચ્ચે 5 વીઘા જમીન છે. ખેતીમાં મહેનતના પ્રમાણમાં ઉત્પાદન મળતું ન હતું. જેથી મેં નોકરી કરીને ગુજરાન ચલાવવાનો વિચાર કર્યો હતો. હું પાદરા તાલુકામાં જ ખેતીની દવા બનાવતી કંપનીમાં નોકરી શરૂ કરી હતી એટલે ખેતીની દવા, બિયારણ અંગેની માહિતી હતી. કંપનીમાં મહેનતના પ્રમાણમાં પગાર મળતો ન હતો. જેથી મેં વિચાર્યું કે, મારા ખેતરમાં જ મહેનત કેમ ન કરવી ? તે વિચારથી મેં દોઢ વર્ષ પહેલા નોકરી છોડીને ખેતી શરૂ કર્યું હતી.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નોકરી દરમિયાન કરેલી બચત મેં ખેતીમાં લગાવી છે. અમારી 5 વીઘા જમીન પૈકી 2 વીઘા જમીનમાં અલગ પ્રકારની મરચાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. મરચાની ખેતી કરવાનું નક્કી કર્યા બાદ ઇન્ટરનેટના માધ્યમથી મેં મરચાના ઉચ્ચ બિયારણની તપાસ શરૂ કરી. ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ મળી ગયા બાદ તે બિયારણ ઓનલાઇન ખરીદ્યું હતું. અને તે બિયારણ બે વીઘા જમીનમાં નાંખીને એક ફૂટ લાંબા મરચાનું ઉત્પાદન કરી રહ્યો છું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.