02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ડીસામાં પણ ‘હવે બંધ’ ના સુત્રો લખાતાં ઉત્તેજના

ડીસામાં પણ ‘હવે બંધ’ ના સુત્રો લખાતાં ઉત્તેજના   31/07/2018

ઉત્તર ગુજરાતના શહેરો બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પછી ડીસાના જાહેર રસ્તાઓ ઉપર પણ રાતોરાત ‘ હવે બંધ ’ ના સુત્રો લખાતા આમ પ્રજામાં આશ્ચર્ય સાથે ઉત્તેજના છવાઈ છે. 
અવનવા આંદોલનો બાદ ઉત્તર ગુજરાતમાં માંડ રાબેતા મુજબ બજારો ધમધમવા લાગે છે. અને જન જીવન રાબેતા મુજબ ધમધમી રહ્યું છે. ત્યારે છેલ્લા  કેટલાક દિવસોથી અમદાવાદ સહિત, ઉત્તર ગુજરાતના મહેસાણા, વિસનગર, ઉંઝા, સિધ્ધપુર, પ્રાંતિજ, હિંમતનગર, કડી, કલોલ, પાટણ અને પાલનપુરમાં રાતના સુમારે ગર્ભીત રીતે જાહેર રસ્તાઓ ઉપર ‘હવે બંધ’ ના સુત્રો લખવામાં આવ્યા છે. જેનો રેલો ડીસા સુધી આવી પહોંચતા શહેરના સરદાર બાગથી જલારામ મંદિર, ભણસાળી અને ગાયત્રી રોડ ઉપર પણ રાતના સુમારે ‘હવે બંધ’ ના સુત્રો લખવામાં આવ્યા છે. જેથી આમ પ્રજામાં દહેશત સાથે અચરજ ફેલાયું છે. આ સુત્રો કોણે અને કેમ લખ્યા ? તે મુદ્દો શહેરીજનોમાં ‘ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો છે. 
ત્યારે નગરપાલિકા દ્વારા લગાવેલ સીસી કેમેરાના ‘ફુટેજ’ ની તપાસ કરાય તો કોઈ કડી મળી આવે તેમ છે. જેથી પોલીસ સહિત વહીવટીતંત્ર આ મુદ્દે તટસ્થ તપાસ હાથ ધરે તે જરૂરી છે.

Tags :