કોરોનાના કહેર વચ્ચે ભાભરમાં ડરનો માહોલ..

જયપુર જમાતમાં જઈને આવેલા ભાભરના ૧૪ વ્યક્તિઓને હોમ કવોરનટાઈન કરાયા
દિલ્હી નહીં પણ જયપુર જમાતમાં ગયા હતા
 
રખેવાળ ન્યુઝ ભાભર
 
સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ભાભરમાં પણ ગઈકાલે મુસ્લિમ સમાજના ૧૪ વ્યક્તિઓ જમાતમાં જયપુરથી પરત આવતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો હતો અને ડરનો માહોલ છવાયો ગયો હતો. આરોગ્ય હેલ્થ ઓફિસર અને ટીમ દ્વારા તમામના ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવતા કોઈપણ વ્યક્તિને કોરોનાના  લક્ષણ નથી અને સ્વસ્થ છે. તકેદારીના ભાગરૂપે તમામને ઘરોમાં રહેવા સુચના આપી છે અને કોઈ વ્યક્તિ તેમના ઘરે આવ જાવ ના કરે તેવી પણ કડક સુચના આપીને તેમના દરવાજે સ્ટીકર લગાડવામાં આવ્યા છે. તેમજ  બહારથી આવેલા તમામ વ્યક્તિઓને હોમ કવોરનટાઈન કરાયા છે. ભાભરમાં એવી અફવા ફેલાઈ હતી કે આ લોકો દિલ્હી ખાતેની જમાતમાં ગયા છે. પરંતુ ભાભરમાં જે ૧૪ વ્યક્તિઓ જયપુર જમાતમાં ગયા હતા તે વાતની પુષ્ટિ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.