02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / માર્કેટયાર્ડ સરકારના 2% TDSના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી બંધ રહેશે

માર્કેટયાર્ડ સરકારના 2% TDSના વિરોધમાં 1લી સપ્ટેમ્બરથી બંધ રહેશે   29/08/2019

મહેસાણાઃ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(N) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% TDSની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે RBI દ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ઊંઝા માર્કેડયાર્ડમાં તમામ ખેતપેદાશોનો ખરીદ-વેચાણનો વેપાર બંધ રાખવામાં આવશે. આ નિર્ણય ઊંઝા માર્કેડયાર્ડ વેપારી એસોસીએશનની 26મીએ મળેલી જનરલ સભામાં લેવાયો હતો.
 
માર્કેટયાર્ડના વા.ચેરમેને કહ્યુ કેબેંકોના વ્યવહાર સરકારના આદેશ મુજબ જરૂરી હશે, પણ ખેતઉપજના વેપાર ઉપર છૂટછાટ આપવી જોઈએ. તેમજ વેપારી-ખેડૂત ગોવિંદભાઇ પટેલે જણાવ્યું કે GST બાદ TDS માટે કટિબદ્ધ થયેલી સરકાર એમ કેમ વિચારતી નથી કે ખેડૂત સાથે ખરા પરસેવાની રકમ કોઈ ખોટો ચેક આપી છેતરપિંડી કરી જશે તો શું સરકાર એના માટે પોલીસ સ્ટેશન કે કોર્ટના ધક્કા ખાશે, આનાથી ખેડૂતને તો નુકસાન જ છે. ઊંઝા માર્કેટયાર્ડના કાચામાલના પ્રમુખ જિગ્નેશ પટેલના જણાવ્યા મુજબ, 1 હજાર ઉપરાંત કાચામાલના લાઇસન્સ ધારકોની સંમતીથી તેમજ ખેડૂતોના હિતને લઈ આ નિર્ણય લેવાયો છે.

Tags :