02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / સર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલાનું સાહસ ચોકીદારે જ કર્યું મોદી

સર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલાનું સાહસ ચોકીદારે જ કર્યું મોદી   29/03/2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકા ચુક્યું છે ત્યારે ઉત્તરપ્રદેશના મેરઠથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. મોએ ઉત્તરાખંડ અને જમ્મુમાં પણ આક્રમક રેલી યોજી હતી. વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન એકબાજુ પોતાની સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓની વાત કરી હતી. સાથે સાથે સર્જિકલ સ્ટ્રાઇક, હવાઈ હુમલાનો ઉલ્લેખ કરીને સુરક્ષાનો મુદ્દો જારદારરીતે ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે, એકબાજુ મજબૂત ચોકીદાર છે જ્યારે બીજી બાજુ મહામિલાવટી લોકોની ટીમ છે જેમાં દાગદાર લોકોની ભરમાર રહેલી છે. મોદીએ પોતાની સરકારની વાત કરતા કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇકનું સાહસ પણ ચોકીદારની સરકારે કરીને બતાવ્યું છે. વન રેંક વન પેન્શનનું વચન પણ ચોકીદારે અદા કર્યું છે. આ મામલો ૪૦ વર્ષથી અટવાયેલો હતો. તેમણે કહ્યું હતું કે, એકબાજુ નવા ભારતના સંસ્કાર છે. બીજી તરફ વંશવાદ અને ભ્રષ્ટાચાર છે. એકબાજુ દમદાર ચોકીદાર છે તો બીજી બાજુ ભ્રષ્ટ લોકોની ટીમ દેખાઈ રહી છે.

Tags :