બનાસકાંઠાની ગૌશાળાઓ બાંગ્લા બોર્ડરેથી ઝડપાયેલા અબોલ પશુઓને આશ્રય આપશે

રખેવાળ ન્યુઝ  પાલનપુર : બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે  જિલ્લા કલેકટર અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી જેમાં આંતરરાષ્ટ્રીય તસ્કરી કરતા ઝડપાયેલા પશુઓને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો. ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર આંતરરાષ્ટ્રીય પશુઓની તસ્કરી મોટાપાયે થાય છે જેને રોકવા માટે બીએસએફના જવાનો દિનરાત ખડે પગે ફરજ બજાવી છેલ્લા એક વર્ષમાં જ અંદાજે ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરી કરતાં પાંચ હજારથી પણ  વધુ પશુઓને ઝડપી પાડ્‌યા છે જોકે આ પશુઓને ઝડપ્યા બાદ કઈ જગ્યાએ આશરો આપવો તે બીએસએફના જવાનો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે તેઓએ બનાસકાંઠાજિલ્લાની ગૌશાળાના સંચાલકો સાથે વાતચીત કરતાં અને બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓની સ્થિતિ જોતા  અહીં જ પશુઓને રાખવા માટેનો નિર્ણય લીધો હતો.જે અંતર્ગત ગઈકાલે બીએસએફના અધિકારીઓ, જિલ્લાની ૧૩૬ ગૌશાળાના સંચાલકો અને જિલ્લા કલેકટર સંદીપ સાંગલેની સંયુક્ત બેઠક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી જેમાં જિલ્લાના ગૌશાળાના સંચાલકોએ કોઈપણ જાતની શરત વગર દેશની રક્ષા કરતા જવાનોએ બચાવેલ પશુધનને વિકટ આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ  રાખવાનો નિર્ણય લીધો હતો.બેઠકમાં ટેટોડા ગૌશાળાના સંચાલક રામરતનજી મહારાજ, જેન્તીભાઈ સહિત મોટી સંખ્યામાં સંચાલકો હાજર રહ્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.