પાલનપુર પાલિકા દ્વારા દબાણ ઝૂંબેશ હાથ ધરાઈ

પાલનપુર : પાલનપુર નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ દબાણ ઝુબેસ હાથ ધરવામાં આવી હતી અને દબાણ ધારકો પાસેથી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય દબાણ ધારકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.
પાલનપુર શહેરમાં કેટલાકે વેપારીઓ દ્વારા ટ્રાફીકને અડચણ રૂપ પોતાની લારીઓ ઉભી રાખવામાં આવે છે.જેમને અવાર-નવાર સુચના આપવા છતા તેમનામાં કોઈ સુધારો આવતો નથી. અને ટ્રાફીકને અડચડ રૂપ લારી ઉભી રાખી વેપાર કરવામાં આવે છે.જેથી આજરોજ પાલનપુર નગરપાલિકા દબાણ સાખાના અધિકારી આર.કે.સેન્ગલ દ્વાર દબાણ શાખાના સ્ટાફ અને સેનિટેશનના સ્ટાફ સાથે શહેરના સિમલાગેટ વિસ્તારમાં દબાણ ઝુબેસ હાથ ધરવામાં આવી હતી.અને ટ્રાફીકને અડચણ રૂપ લારી ગલ્લાના સંચાલકો પાસેથી કુલ રૂ.૪ હજાર ઉપરાંતનો દંડ વસુલવામાં આવતા અન્ય દબાણ ધારકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.