થરાદના કાસવીમાં રાજસ્થાનથી તીડના ઝુંડે આક્રમણ કરી ૧૦ કિમીના ઘેરાવામાં રાત્રિરોકાણ કર્યું

બનાસકાંઠાના વાવની સરહદેથી ગત અઠવાડીયે પ્રવેશેલાં તીડ માંથી માંડ માંડ છુટકારો થતાં ફરી પાછું બીજું ઝુંડ થરાદ તાલુકામાં પ્રવેશતાં ખેડુતોમાં ફફડાટ સાથે અફરાતફરીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. થરાદના રાજસ્થાનની સરહદે આવેલા કાસવી ગામોમાં સેંકડોની સંખ્યામાં તીડે રાત્રિરોકાણ કરતાં તંત્રએ પણ દોડધામ હાથ ધરી હતી.જેની વચ્ચે કાસવી ગ્રામપંચાયતના સરપંચે તીડે તેમના સહિત અનેક ખેડુતોના ખેતરોમાં ઉભેલા પાકનો સફાયો કરી મોટાપ્રમાણમાં નુકશાન કરી દીધાનું જણાવતાં ભરડાસર રાણેસરી તાખુવા દૈયપ અને રાજસ્થાન બોર્ડરનાં વાંક ભાંયણા બાલાસરા,કાસવીભરડાસર દૈયપ તેજપુરા આંતરોલ તાખુવા રાણેસરી ગામોમાં દસ કિલોમીટરના ઘેરાવામાં રાત્રિરોકાણ કરતાં ખેડુતો ચિંતાની ગર્તામાં ધકેલાવા પામ્યા છે.બીજી બાજુ પાંચ દિવસ પહેલા બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં પ્રવેશ વરસાદ તીડે આક્રમણ કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત રાજસ્થાનથી વાવ અને વાવ થી થરાદ પંથકમાં આવવાની ખેતીવાડી વિભાગની સુચનાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતો અને શાળાઓને એલર્ટ રહેવાની તાકીદ કરતા ભારે દોડધામ મચી જવા પામી છે
         ખેતીવાડી અધિકારીની સુચના મળતાં થરાદના તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે તાલુકાના તમામ સરપંચ /તલાટી કમ મંત્રી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના આચાર્યોને તાકીદ કરી હતી. પરિપત્રમાં જણાવ્યું હતું કે વાવ અને સુઇગામ તાલુકામાં ભયંકર ટોળાં જોવા મળી રહ્યા છે. જે થરાદ તાલુકાની અંદર પ્રવેશવાની તૈયારીમાં છે તો સાવચેતીના ભાગરૂપે તીડ આવે ત્યારે ઢોલ નગારા વગાડવા તેમ જ લોકોએ ભેગા થઈને મોટેથી અવાજ કરવા તેમજ કેરોસીનનો છંટકાવ કરવો જેથી ભાગી જાય અને તમારી ખેતીવાડીને નુકસાન ન થાય. આમ આ બાબતે સાવચેતીના પગલાંરૂપે નુકસાન થતું અટકાવવા માટે ઉપર મુજબની સુચનાનો અમલ કરવાની તાકીદ કરવામાં આવી હતી. બીજી બાજુ તાલુકા પંચાયત દ્વારા શાળાના શિક્ષકોને તીડ ભગાવવાની કામગીરીમાં જોતરતાં શિક્ષકો શાળામાં બાળકોને શિક્ષણ આપશે કે તીડ ભગાવવા દોડશે તેને લઈને સોશિયલ મીડિયામાં ભારે રમુજી મેસેજોની ધુમ મચી હતી
        જેની વચ્ચે મંગળવારની સાંથે  રાજસ્થાનના બોર્ડર વિસ્તારના ભાટકી, આકોડા વિસ્તારના ગામોમાંથી પવનની દિશા પ્રમાણે બનાસકાંઠાના સરહદી થરાદ વાવ તાલુકાની બોર્ડર તરફ આક્રમણ કર્યું હતું. અને માંડી સાંજે ચાર બાય છ કિલોમીટરના ઘેરાવામાં સેંકડનો સંખ્યામાં વાવના દૈયપ તરફથી થરાદ તાલુકાના કાસવી સહિતના બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ગયું હતું. આ અંગે કાસવી ગ્રામપંચાયતના સરપંચ શામળાભાઇ પટેલે જણાવ્યું હતું કે થરાદના કાસવી,ભરડાસર, રાંણેસરી, તાખુવા, આંતરોલ તથા વાવના દૈયપ, તેજપુરા અને રાજસ્થાન બોર્ડરનાં વાંક, ભાંયણા, બાલાસરા જેવા ગામોમાં દસ કિલોમીટરના ઘેરાવામાં રાત્રિરોકાણ કર્યું છે. જેને પગલે રાજસ્થાનના સાંચોરના મામલતદાર અને ટીમ તથા તીડનિયંત્રણ એકમના અધિકારીઓ તથા થરાદ ગ્રામપંચાયતના ભરતભાઇ ચૌધરી તથા ભરડાસર તાખુવાના માધાભાઇ સુથાર અને ખેતીવાડી તથા આઇઆરડી વિભાગના ગ્રામસેવકો તથા ખેતીવાડી વિસ્તરણ અધિકારી ભરતભાઇ ચૌધરી સહિત તાલુકાપંચાયતની ટીમ દોડી આવી હતી. જોકે તીડના કારણે એરંડાને નુકશાન થયું છે. જીરૂ રાયડો અને દાડમના પાકને પણ ખાઇ રહ્યાં છે. આ અંગે તાલુકાના અધિકારીઓનો સંપર્ક કરતાં રાત્રે વધુ ટીમો દોડાવવામાં આવી છે અને સવારમાં દવા છંટકાવ કરીશુ તેવું આશ્વાસન નાયબકલેક્ટર મામલતદાર અને ખેતીવાડી વિભાગના સુત્રોએ ખેડુતોને આપ્યું હતું.જોકે તેમણે ખેડુતોને તેમની રીતે સતર્ક રહેવાની પણ સુચના આપી હતી.
      જ્યારે થરાદની ખેતીવાડી કચેરીના મદદનીશ ખેતી નિયામક એમ.જી. ઉપલાણાએ જણાવ્યું હતું કે નવું ટોળું થરાદ વાવ તાલુકામાં પ્રવેશ્યું છે. જે પવનની દિશા પ્રમાણે થરાદ, વાવ, સુઈગામ સાંચોર બોર્ડર પર ફરી રહ્યું છે. સોમવારે થરાદ-વાવ તાલુકાના ખેડુતો પંપ સાથે રાજસ્થાનમાં ગયા હતા. જ્યાં સ્પ્રે પંપ દ્વારા દવાનો છંટકાવ કરી તેને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તીડ ઝાડ ઉપર બેઠેલા હોવાના કારણે તથા ઠંડીના લીધે  દવા અસર નહી કરતાં તેમાં નિષ્ફળતા મળતી હતી. બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી વિભાગની ૨૭ ટીમો કાર્યરત છે. જે લોકેશન ટ્રેસ કરીને તેની પાછળ પાછળ દોડી રહી છે. થરાદ વાવ અને સુઇગામ તાલુકામાં પણ છ થી સાત ટીમો કાર્યરત છે. પરંતુ ગત વખતે આવ્યું હતું તેના કરતાં આ વખતે વધુ માત્રામાં તીડનું આક્રમણ હોઇ ખેતીવાડી વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની મદદ માંગવામાં આવી છે. તદુપરાંત ખેતીવાડી વિભાગ પાસે માત્ર પાંચ વાહનો હોઇ વધુ પાંચ વાહનોની પણ માંગણી કરવામાં આવી છે. મંગળવારે સાંજે આ
આભાર - નિહારીકા રવિયા  અંગેની વિડિયો કોન્ફરન્સ પણ હોવાનું ખેતીવાડી સુત્રોએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.