02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ

ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ   08/08/2018

આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં હળવા વરસાદની આગાહી વચ્ચે શહેરના ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, કાંકરિયા, લાલદરવાજા, રાયપુર, જમાલપુર, ઇસનપુર, વટવા, શ્યામલ, સેટેલાઈટ, વેજલપુર, એસજી હાઈવે સહિત ના વિસ્તારોમાં ઝાપટું પડ્યું હતું. ઝાપટાંને પગલે ગરમીમાં લોકોને રાહત થઈ હતી અને ઠંડક પ્રસરી હતી.
 
છેલ્લાં બે દિવસથી શહેરમાં વાદળિયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ગરમી અને બફારો ઘટ્યા છે. આવનારા ચાર દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
અપર એર સાયક્લોનિક સરક્યુલેશનથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરથી 8મી ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.

Tags :