02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / લગ્ન સમારોહમાં વરરાજાને જોતા જ લોકો પાટા-મુક્કા મારવા લાગ્યા

લગ્ન સમારોહમાં વરરાજાને જોતા જ લોકો પાટા-મુક્કા મારવા લાગ્યા   28/11/2018

નૈનીતાલ: એક વ્યક્તિના લગ્ન કરવાના હેતુથી જાનૈયા બેન્ડબાજા સાથે કન્યાના પરિવાર પાસે પહોંચ્યા. ત્યાં બધી તૈયારી થઈ ગઈ હતી. મંડપ પણ શણગારેલો હતો અને કન્યા પક્ષના લોકો હાથમાં ફૂલની માળા લઈને રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ત્યારે કંઈક એવું થયું કે, વરરાજાના સ્વાગત કરવાના બદલે કન્યા પક્ષના લોકો તેને ફટકારવા દોડી ગયા.
 
નૈનીતાલના એક હોટલમાં પીએસીમાં હેડ કોન્સ્ટેબલ પદ પર તહેનાત જવાનના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. ફેરા પહેલા એક મહિલા આવી પહોંચી. તેણે જણાવ્યું કે, જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે, તે બધાને ખોટું બોલ્યો છે. તે એક લગ્ન પહેલા પણ કરી ચૂક્યો છે. મહિલાનું કહેવું હતું કે, પીએસી જવાને મારી સાથે લવમેરેજ કર્યા છે. મહિલા પ્રમાણે, તેણે તેના પહેલા પતિથી ડિવોર્સ લઈને પીએસી જવાન સાથે લગ્ન કર્યા હતા.
 
મહિલાએ વધુમાં જણાવ્યું કે, જવાને તેને દગો આપીને બીજા લગ્ન કરી રહ્યો છે. જવાને મહિલાને જણાવ્યું હતું કે, તે નૈનીતાલમાં એક લગ્ન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યો હતો. આ સમગ્ર હોબાળા બાદ કન્યા પક્ષમાં અફરાતફરી મચી ગઈ. પોલીસ પણ પહોંચી ચૂકી હતી. તે છતાં આ છોકરાને માર મારવામાં આવ્યો. બાદમાં કન્યા પક્ષને લગ્નનો ખર્ચો આપવાની વાત પર મામલાને સોલ્વ કરવામાં આવ્યો.

Tags :