02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ભાજપના પૂર્વ ધારાસભ્ય ની મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા

ભાજપના પૂર્વ ધારાસભ્ય ની મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા   08/01/2019

 
 
 
              અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ   કોચમાં ઘુસીને તેમના પર ફાયરિંગ કર્યું અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. જયંતીભાઈ ભુજથી અમદાવાદ જતાં હતા. તે સમયે માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ  કોચમાં ઘુસીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય પર હુમલાની ઘટના કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે બની હતી. અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં જયંતીભાઈને એક ગોળી છાતીના ભાગે જ્યારે અન્ય એક ગોળી આંખના ભાગે વાગી હતી. તેઓ સયાજીનગરી ટ્રેન નંબર ૧૯૧૧૬માં સવાર હતા. બનાવ રાત્રે ૨ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છેજેને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.છાતી અને આંખમાં ગોળી વાગી   રાજકીય હરીફ છબીલ પટેલે હત્યા કરાવી હોવાનો પત્નીનો આરોપ.હત્યાનો બનાવ જે ટ્રેનમાં બન્યો હતો. તે સયાજીનગરી એક્સપ્રેસને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન લાવવામાં આવી હતી. ૐ૧ એસી કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર કોચની તપાસ કરવામાં આવશે. ટ્રેનમાં કેટલા પેસેન્જર અને કોણ કોણ પેસેન્જર બેઠા હતા. તેની તપાસ પોલીસે શરૂ કરી છે. 
 
 
 
 
 

Tags :