હડમતીયા ડેમમાં પાણીની આવક થતાં ખેડુતોમાં ખુશી

દાંતીવાડા : દાંતીવાડા તાલુકામાં ત્રણ ડેમ આવેલા છે, જે પૈકી આજ રોજ તાલુકાના ડેરી ગામમાં આવેલા હડમતીયા ડેમમાં પાણીની આવક થતાં આજુબાજુના ગામોમા કુવા અને બોરવેલોમા પાણી ઊંચા આવવાની આશા પ્રવર્તી છે. પ્રાપ્ત થતી માહિતીએ દાંતીવાડાના અનતરીયાળ વિસ્તારમાં આવેલો આ ડેમ આજુબાજુમાં આવેલા ડેરી, હરીયાવાડા, ઓઢવા, શેરગઢ, રાણોલ, તાલેનગર, ભીલાચલ, રાજકોટ જેવા બીજા પણ ગામોની જીવાદોરી અને આશિર્વાદ સમાન છે. આ ડેમમાં પાણી આવતા કુવા બોરવેલોમા ભુગર્ભ તળ ઊંચા આવે છે અને આજુબાજુના ગામોમાં ખેતી પશુપાલન કરી ગુજરાન ચલાવતા લોકોની મુશ્કેલીમાં થોડી રાહત થવા પામે છે. આ વિસ્તારમાં ઉનાળાના સમયમાં ખુબજ કપરી પરિસ્થિતિ નિર્માણ પામે છે. લોકોને ખેતી અને પશૂઓને પીવાના પાણીની ખુબજ અછત ઊભી થાય છે. આવી અનેક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલાં અનેક લોકો જ્યારે આજે ઉપરવાસમાં વધુ વરસાદ થતા પાણીની આવક જોઈ ખુશખુશાલ થવા પામ્યા છે !
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.