02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ૧૨ લોકોના મોત : ૫૮ દાઝ્યા

મહારાષ્ટની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ૧૨ લોકોના મોત : ૫૮ દાઝ્યા   01/09/2019

ધૂલે : મહારાષ્ટ ની એક કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ કંપનીમાં આગ લાગી હતી. આગમાં ૧૨ મજૂરોના દાજી જવાના કારણે મોત થયા હતા. આ કેમિકલ કંપનીમાં  કારણે બ્લાસ્ટ થયો છે, તે હજુ જાણવા મળ્યું નથી. જા કે, આ ઘટનામાં મૃત્યુ આંક વધે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક રીપોર્ટ અનુસાર મહારાષ્ટÙના ધૂલેના વાઘાડીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી. બ્લાસ્ટ થતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર ફાયટરો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને કેમિકલ કંપનીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનો દ્વારા ૫૮ જેટલા દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિતલ ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં દાજી જવાના કારણે ૧૨ લોકોના મોત નીપજ્યા હતા અને હજુ પણ આ મૃત્યુ આંક વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થવાથી દૂર દૂર સુધી તેના ધુમાડાઓ દેખાતા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થાનિક લોકોને ઘટના સ્થળથી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીમાં હજુ પણ કેટલાક કર્મચારીઓ ફસાયા છે અને તેમનું રેસ્ક્યુ ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
 

Tags :