બનાસકાંઠા જીલ્લા પંચાયતના નવા સભાગૃહનુ કામ ખોરંભે ચડ્‌યું

કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જીલ્લા પંચાયત ભવન સ્થિત સભાગૃહને તોડી પડાયા બાદ નવિન સભાગૃહનું કામ શરૂ ન કરાતા ખુદ જીલ્લા પંચાયતની બાઈ બાઇ ચારણી જેવી હાલત થઇ છે. જેમાં સાધારણ સભા સહીત વિવિધ મીંટીગ તેમજ શિબિરોને લઇ ભારે અગવડતા ઉભી થવા પામી છે.
કાંગ્રેસ શાસિત બનાસકાંઠા જીલ્લા પંચાયત કચેરીના નીચેના ભાગે સભાગૃહ આવેલો હતો. જેમા જીલ્લા પંચાયતની સાધારણ સભા આરોગ્ય વિભાગની વિવિધ શિબિરો સહીત કાર્યક્રમો યોજવા મા આવતા હતા. જોકે, ચારેક માસ અગાઉ જીલ્લા પંચાયતના સભાગૃહને સમારકામ કરવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી. જેમા પુર્વ આયોજન કર્યા વિના જ સભાગૃહ ને તોડી પાડવા મા આવ્યો હતો અને તેનો કાટમાળ પણ સગેવગે કરી દેવાયો હતો. જોકે જીલ્લા પંચાયત મા સભાગૃહ તોડી પડાયા બાદ નવિન સભાગૃહનુ કામ શરૂ ન થતા સભાગૃહના કામને લઇ હવે જીલ્લા પંચાયતની સાધારણ સભા અને વિવિધ વિભાગોની મીંટીગો તેમજ શિબીરો માટે અન્ય કચેરી નો સહારો લેવાની ફરજ પડી રહી છે. તાજેતરમા જીલ્લા પંચાયત ની સાધારણ સભા પણ ડી.આર.ડી હોલ મા બોલાવવી પડી હતી. જોકે જીલ્લા પંચાયત મા સભાગૃહ ની તાતી જરૂરીયાત સામે નવા સભાગૃહ બનાવવાની કોઇજ કાર્યવાહી હાથ ધરાઇ નથી. ત્યારે જીલ્લા પંચાયત ના શાસકોના અણઘડ વહીવટના કારણે જીલ્લા પંચાયતની વિવિધ શિબિરો સભાઓ અને મીટીંગો માટે બીજી કચેરીઓનો સહારો લેવો પડે છે. જે જિલ્લા પંચાયતના અણઘડ વહીવટની પ્રતીતિ કરાવતો નિર્ણય પુરવાર થયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.