શ્રાવણીયો જુગાર રમતાં છ ઈસમોને ઝડપી રૂ.૧૨,૬૬૦ નો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા : ભોલેશ્વર પ્રાથમિક શાળા આગળ ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતાં છ ઈસમોને  ઝડપી પાડી કુલ-રૂ.૧૨,૬૬૦/-નો મુદ્દામાલ રીકવર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ અધીક્ષક સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીકએ સાબરકાંઠા જીલ્લામાં શ્રાવણ માસમાં જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી.કે.એચ.સુર્યવંશીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી. ગોહિલ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.જ રાત્રિના પો.સબ.ઇન્સ. પી.વી.ગોહિલને મળેલ બાતમી મળેલ કે ભોલેશ્વર ગામે પ્રાથમિક શાળા આગળ ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે.જે બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરતાં (૧)શકિતકુમાર રમેશભાઇ રાઠોડ (૨)ભાવેશકુમાર વસંતભાઇ ભાટ (૩) દિપક હસમુખભાઇ ભાટ (૪) રવિભાઇ સુરેશભાઇ ભંગી (૫) હસમુખભાઇ સુરેશભાઇ ભંગી (૬) રવિ સંજયભાઇ ઉર્ફે હકમાજી બારોટ (ભાટ) તમામ રહે.ભોલેશ્વર તા.હિંમતનગર જાહેરમાં ગંજી પાના માંગ પત્તાનો જુગાર રમી રમાડતાં હોય અને રોકડ રૂપિયા-૧૨,૬૬૦/- તથા ગંજીપાના મળી કુલ રૂ.૧૨,૬૬૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેઓ વિરૂધ્ધ જુગાધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.