02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / લીમખેડા પાસે દારૂ ભરેલી બે તુફાન જીપ પોલીસે બોલેરો જીપ આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો., દરમિયાન દારૂ જીપના ચાલકે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્કવોડ ના સભ્યોને કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

લીમખેડા પાસે દારૂ ભરેલી બે તુફાન જીપ પોલીસે બોલેરો જીપ આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો., દરમિયાન દારૂ જીપના ચાલકે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્કવોડ ના સભ્યોને કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.   04/03/2019

સ્ટેટ મોનિટરિંગ સેલના પોસઈ એ.એસ. ચાવડા સહિતના સ્ટાફે દારૂ આવતો હોવાની બાતમીના આધારે લીમખેડા નજીક હાઈવે ઉપર હડફ નદીના પુલ પાસે બે ખાનગી આઈસર સાથે નાકાબંધી કરી વોચમાં ઉભા હતા. રાતના 2.45 વાગે રીછવાણીના બુટલેગર બાબુભાઈ ઉર્ફે ચોટી પરમારે મધ્યપ્રદેશના પીટોલ ગામના ઠેકા ઉપરથી દારૂ ભરેલી બે તુફાન જીપ તથા એક પાયલોટીંગ વાળી બોલેરો જીપ આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો.
 
 
દરમિયાન દારૂ જીપના ચાલકે સ્ટેટ મોનિટરિંગ સેલના સ્કવોડ ના સભ્યોને કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પંચમાં આવેલા સલીમભાઈ પટેલ ઉપર જીપ ચઢાવી દેતાં તેમના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જીવના જોખમે પાયલોટીંગ કરતી જીપ સહિત ત્રણેય જીપોને ઝડપી પાડી હતી. જીપમાં સવાર કુલ છ ખેંપિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
 
 
સ્ટેટ મોનિટરિંગ સેલના નરવતસિંહ ની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે બે તુફાન જીપમાંથી 10,94,400ની કિંમતની 8328 દારૂની બોટલ મળી આવી હતી.15 લાખ રૂપિયાની ત્રણ જીપ તેમજ અંગઝડતી કરતા મળી આવેલા 19 હજારના 10 મોબાઇલ ફોન તથા 8231 રોકડા મળી કુલ 26, 21,631નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરૂધ હત્યાનો પ્રયાસ તથા પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
 
ઝડપાયેલા આરોપીઓ ની યાદી
ભારતસિંહ જોખનાભાઈ નાયકા રહે. લખાણા ગોજીયા,તા. ધાનપુર જી. દાહોદ * વિનોદભાઈ પારસીંગભાઈ રાઠવા રહે. સેવનિયા તા. દેવગઢ બારીયા જી. દાહોદ સુનિલકુમાર બાબુભાઈ પરમાર રહે. રીછવાણી,તા. ઘોઘંબા જી. પંચમહાલ * કેતનભાઇ ઇન્દુભાઇ પરમાર રહે. ગોલ્લાવ તા.ગોધરા જી.પંચમહાલ * રોહિતભાઈ શનાભાઈ પટેલ રહે. સેવાનીયા, તા. દેવગઢ બારીયા જી. દાહોદ * મુકેશભાઈ ખાતરભાઈ નાયક રહે. કાકરકુંડ તા.જી. છોટાઉદેપુર
 
 
બંને જીપના રજિસ્ટ્રેશન નંબર એક જ.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દ્વારા લીમખેડા નજીક હાઈવે ઉપરથી અઢળક માત્રામાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂ ભરેલી બંને જીપનો રજીસ્ટ્રેશન નંબર એક જ GJ - 16 - BK - 0512 હોવાથી પોલીસે તે મુજબ પણ આરોપીઓ વિરુદ્ધ ગુનાની કલમનો ઉમેરો કર્યો હતો.

Tags :