ચીનની હુબેઈ યુનિ.માં વડોદરાની વિદ્યાર્થિની સહિત ૨૦ ગુજરાતીઓ ફસાયા

ગુજરાત
ગુજરાત

આપણે ઘણીવખત સાંભળ્યું હશે કે રાજ્યમાંથી અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ વિદેશોમાં ફસાયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં ચીનમાં હાલ ભારે અફડાતફડીના માહોલ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચીનમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ૫૬ લોકોના મોત નિપજ્યા છે અને વિશ્વભરમાં બે હજારથી વધુ લોકોને તેની અસર થઈ છે. આ પૈકી ૩૨૪ દર્દીઓની સ્થિતિ ગંભીર છે. ચીનની આવી ભયાનક સ્થિતિ વચ્ચે વડોદરાની એક યુવતી સહિત ૨૦ ગુજરાતીઓ ચીનમાં ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.
 
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાની શ્રેયા જયમાન (ઉ.વ.૧૮) સહિત ૨૦ ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા છે, ત્યારે તેમને હાલ ભોજન સહિત પાણી પણ મળી રહ્યું ન હોવાની વાત સામે આવી રહી છે જેના કારણે તેઓ ભયાનક મુશ્કેલીમાં મૂકાયા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.