02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / ભિલોડાના શોભાયડા નજીકથી વિદેશી દારૂ સાથે બે વાહનો ઝડપાયા

ભિલોડાના શોભાયડા નજીકથી વિદેશી દારૂ સાથે બે વાહનો ઝડપાયા   21/03/2019

અરવલ્લી જીલ્લામાં ભિલોડા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય બુટલેગરો, સ્થાનિક બુટલેગરો સાથે મળી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવી કટિંગ કરી નાના વાહનો મારફતે રાજ્યમાં અને જીલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સપ્લાયનો ધંધો ધમધમી રહ્યો છે. ગાંધીનગર આર.આર.સેલે ભિલોડાના શોભાયડા ગામ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે ત્રાટકી ૧.૩૩ લાખનો વિદેશી દારૂ અને બોલેરો જીપ સહીત સ્વીફ્‌ટ ડિઝાયર કાર સહીત રૂ.૯૩૩૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા બુટલેગરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   ભિલોડાના શોભાયડા ગામ નજીક કાંતિભાઈ સવજીભાઈ કટારાના  ઘર નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે ગાંધીનગર આર.આર.સેલ ની ટીમ ત્રાટકી ઘર આગળ કમ્પાઉન્ડમાં નંબર વગરની બોલેરો જીપમાંથી ભરેલો વિદેશી દારૂ, સ્વીફ્‌ટ ડિઝાયર કાર (ગાડી.નં-ય્ત્ન ૦૧ ઇમ્ ૬૯૩૩ ) માં વિદેશી દારૂનું કટિંગ નિષ્ફળ બનાવ્યું હતું. પોલીસે જીપ,કાર અને ઢાળિયામાં છુપાવી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-૫૮૬ કીં.રૂ.૧૩૩૬૦૦/- નો જથ્થો જપ્ત કરી બોલેરો જીપ કીં.રૂ.૪૦૦૦૦૦/- તથા સ્વીફ્‌ટ ડિઝાયર કાર કીં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ.રૂ. ૯૩૩૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી પોલીસ રેડ જોઈ ફરાર કાંતિભાઈ સવજીભાઈ 
કટારા (રહે, શોભાયડા) અને બીજા ૫ થી ૭ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

Tags :