02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / રાજકોટઃ બે પત્નીઓ સાથે રહેતા શિક્ષકે તેમના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત

રાજકોટઃ બે પત્નીઓ સાથે રહેતા શિક્ષકે તેમના ત્રાસથી કંટાળી કર્યો આપઘાત   07/08/2018

રાજકોટ: શહેરના રજપૂતપરામાં આવેલી હોટેલમાં એક શિક્ષકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ શિક્ષક બે પત્નીઓ સાથે રહેતો હતો. જેમાં પ્રથમ પત્ની સાથે સમજૂતીથી છૂટા થયા બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે બંને પત્ની એક જ મકાનમાં રહેતી હતી. અવારનવાર બંને પત્નીઓ વચ્ચે તકરાર થતી હતી. આથી કંટાળેલા શિક્ષકે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

જેતપુર ખાતે વેકરિયાનગરમાં રહેતા 30 વર્ષીય ધર્મેશભાઈ હસમુખભાઈ વડોદરિયા રજપૂતપરામાં આવેલી સીટી-ઈન હોટેલમાં ઉતર્યા હતા. સોમવારે બપોરે દોઢ વાગ્યે ચેકઆઉટ કરવાનો સમય હોઇ હોટેલ સ્ટાફે બારણું ખાટખટાવ્યું હતુ, પરંતુ દરવાજો ન ખુલતા અજુગતું થયાની શંકાએ હોટેલ સ્ટાફે બાજુના રૂમમાંથી અંદર જઇ તપાસ કરી હતી. જેમાં ધર્મેશભાઈ પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસને જાણ કરાતા એ-ડિવિઝનનો કાફલો દોડી ગયો હતો.

તાપસ કરનાર અધિકારીએ જણાવ્યા મુજબ, મૃતક ધર્મેશ વડોદરિયા જેતપુરની સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. નેહા નામની યુવતી સાથે તેના પહેલા લગ્ન થયા હતા. જેના થકી એક નાનકડો પુત્ર પણ છે. બાદમાં તેને સાથે સ્કૂલમાં ફરજ બજાવતી સંગીતા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. જેથી પત્ની નેહા સાથે સમજૂતીથી છૂટા થયા બાદ જાન્યુઆરી મહિનામાં સંગીતા સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન થયેલી સમજુતી મુજબ પ્રથમ પત્ની નેહા મકાનના ઉપરના ભાગે પુત્ર સાથે રહેતી હતી. જ્યારે ધર્મેશ અને સંગીતા મકાનના નીચેના ભાગે રહેતા હતા.

એક જ મકાનમાં બબ્બે પત્ની સાથે રહેતી હતી તે અરસામાં શિક્ષક ધર્મેશ ગૃહકલેશમાં ફસાયો હતો. દરમિયાન બંને પત્ની વચ્ચે ઝઘડા વધતા બીજી પત્ની સંગીતાના ભાઇએ છૂટાછેડાની ચીમકી આપી હતી. જેને પગલે તેણે જેતપુરથી રાજકોટ હોટેલમાં ઉતરી અને રૂમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં વડોદરિયા પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો. પોલીસે બંને પત્નીઓ સહિત સંબંધીઓના નિવેદન નોંધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :