02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / છાપી હાઇવે ઉપર ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત ૧૩ વાહનો ડિટેઇન કરાયા

છાપી હાઇવે ઉપર ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત ૧૩ વાહનો ડિટેઇન કરાયા   25/07/2018

વડગામ તાલુકા ના વેપારી મથક છાપી હાઇવે ઉપર ઘણા સમય થી ટ્રાંફિક ની સમસ્યા થી નાગરિકો પરેશાન થઈ ઉઠયા હતા જેને લઈ મુખ્યમંત્રી ને રજુઆત થતા આ સમસ્યાને હલ કરવા પ્રભારી મંત્રી દ્રારા ટ્રાંફિક ના પ્રશ્ન ને હલ કરવા આદેશ કરાતા છાપી પી.એસ.આઈ. પી.સી.દેસાઈ દ્રારા મંગળવારે સઘન ઝુંબેશ હાથ ધરવા માં આવી હતી
પ્રાપ્ત વિગતો મુજબ છાપી હાઇવે ઉપર આવેલ તાજ હોટલ આગળ આડેધડ વાહનો પાર્ક કરાતા હોવાની રજુઆત મુખ્યમંત્રી કાર્યાલય મા કરવા માં આવી હતી જેના પગલે છાપી પોલીસે સઘન ટ્રાંફિક ઝુંબેશ હાથ ધરી માર્ગ મા અડચણ રૂપ ૧૩વાહનો સામે કાર્યવાહી કરી ડિટેઇન કરવા માં આવ્યા હતા હાઇવે આસપાસ તેમજ એપ્રોચ રોડ ને અડી ને પાકા કેબીનો મૂકી માર્ગો ને અવરોધતા દબાણો દૂર કરવા પણ માંગ ઉઠવા પામી છે ટ્રાંફિક ની સમસ્યા ને હલ કરવા પોલીસ દ્રારા કરવામાં આવેલ કામગીરી થી લોકો એ રાહત નો દમ લીધો હતો પોલીસ ની ટ્રાંફિક સામે ની ઝુંબેશ થી ટ્રાંફિક નિયમન નો ભંગ કરતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

Tags :